Site icon hindtv.in

દિલ્હીમાં યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખની ધરપકડ

દિલ્હીમાં યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખની ધરપકડ
Spread the love

દિલ્હીમાં યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખની ધરપકડ
ધરપકડના વિરોધમાં સુરત શહેર યુવક કોંગ્રેસ દ્વારા વિરોધ
લોકશાહી અવાજને દબાવવાનો દરેક પ્રયાસ નિષ્ફળ જશે.

દિલ્હીમાં યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખની થયેલી ધરપકડના વિરોધમાં સુરત શહેર યુવક કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયો હતો.

સુરત શહેર યુવક કોંગ્રેસ પ્રમુખ મેહુલ રાયકાની આગેવાની હેઠળ દિલ્હી પોલીસ દ્વારા રાષ્ટ્રીય યુથ પ્રમુખ ઉદયભાનુ ચીબની થયેલી ધરપકડના વિરોધમાં જોરદાર પ્રદર્શન કરાયુ હતું. કોંગ્રેસ કાર્યકરોએ લોકશાહી મૂલ્યો અને બંધારણીય અધિકારોના સંરક્ષણ માટે એકતા દર્શાવી હતી અને પ્રદર્શન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા ગૃહમંત્રી અમિત શાહના પ્રતિકાત્મક પૂતળાનું દહન કરી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. તો યુવા કોંગ્રેસે આ કાર્યવાહીનો કડક વિરોધ વ્યક્ત કરતા જણાવ્યું કે લોકશાહી અવાજને દબાવવાનો દરેક પ્રયાસ નિષ્ફળ જશે. દેશના યુવાનો અન્યાય સામે મૌન નહીં રહે. સુરત શહેર યુવક કોંગ્રેસ સ્પષ્ટપણે જાહેર કરે છે કે આ આંદોલન ત્યાં સુધી ચાલુ રહેશે જ્યાં સુધી રાષ્ટ્રીય અધ્યક્ષને નિશર્ત મુક્ત કરવામાં નહીં આવે. યુવાશક્તિ લોકશાહી, ન્યાય અને બંધારણની રક્ષા માટે અડગ અને પ્રતિબદ્ધ છે.

Exit mobile version