Site icon hindtv.in

માંડવીમાં નેશનલ લોક અદાલતનું આયોજન કરાયું

માંડવીમાં નેશનલ લોક અદાલતનું આયોજન કરાયું
Spread the love

માંડવીમાં નેશનલ લોક અદાલતનું આયોજન કરાયું
લોક અદાલતમાં 743 કેસનો નિકાલ કરાયો

સુરત જિલ્લાના કાનૂની સેવા સત્તા મંડળના ના નેતૃત્વમાં માંડવી કોર્ટમાં સહિત જિલ્લાની તમામ તાલુકા કોર્ટમાં નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું.

માંડવી તાલુકા મથકે સન-2025 ના વર્ષની બીજી રાષ્ટ્રીય લોક અદાલત તા-12 જુલાઈ શનિવારે માંડવી કોર્ટના પ્રિન્સીપલ સિનિયર સિવિલ જજ તથા તાલુકા કાનુની સેવા સમિતિના અધ્યક્ષ મનીષભાઈ એમ. બુધ્ધભટ્ટીની ઉપસ્થિતિમાં સવારે 10:30 કલાકે શરૂઆત કરતાં વિવિધ કુલ-743 કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો. લોક અદાલતમાં નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ, ડોમેસ્ટિક વાયોલન્સ, અન્ય બેંક રીકવરી કેસો તથા વીજ વિતરણ કંપનીઓના નાણાંકીય દાવાઓનો સમાવેશ થાય છે.-જેમાં સમાધાનકારી 228 કેસોના સમાધાન રૂપે નિકાલ કરાયો હતો. ઉપરાંત નેગોશિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ (ચેક બાઉન્સ) કુલ-19 કેસોના સમાધાન રૂપે રૂપિયા 34,08,149ની રકમ રિકવર કરી હતી. સ્પેશ્યલ સીટીંગનું આયોજનમાં કુલ્લે-511 કેસોમાં રૂપિયા 4,45,000 ના દંડની વસુલાત લેવામાં આવી હતી. આ લોક અદાલતમાં પ્રિન્સીપલ સિનિયર સિવિલ જજ મનીષભાઈ એમ. બુધ્ધભટ્ટી, વકીલ મંડળના પ્રમુખ પ્રતાપ એચ.શર્મા, રજીસ્ટ્રાર ગિરીશકુમાર પરમાર તથા નાઝર સંદીપ પંચાલ, અન્ય કોર્ટનો કર્મચારીઓ, તમામ વકીલ મિત્રોના સહયોગ થકી લોક અદાલત કાર્યક્રમને સફળ બનાવવામાં યોગદાન રહ્યું હતું….

Exit mobile version