સુરતમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે રાષ્ટ્રીય પુસ્તક મેળો

Featured Video Play Icon
Spread the love

સુરતમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે રાષ્ટ્રીય પુસ્તક મેળો
હોટીકલ્ચ મેળો, શિલ્પગ્રામ મેળો અને ફ્લાવર શોનુ આયોજન
ઉદઘાટન મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા કરાયુ

સુરતમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે રાષ્ટ્રીય પુસ્તક મેળો, હોટીકલ્ચ મેળો, શિલ્પગ્રામ મેળો અને ફ્લાવર શોનુ આયોજન કરાયુ છે જેનુ ઉદઘાટન મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા કરાયુ હતું.

દક્ષિણ ગુજરાતના આર્થિક અને સાંસ્કૃતિક પાટનગર ગણાતા સુરત શહેરમાં સાહિત્ય, કલા અને પ્રકૃતિનો અદભૂત સંગમ રચાવા જઈ રહ્યો છે. સુરત મહાનગર પાલિકા દ્વારા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના મેદાનમાં 22 ફેબ્રુઆરીથી 1 માર્ચ દરમિયાન સ્વામી વિવેકાનંદ રાષ્ટ્રીય પુસ્તક મેળો, ‘હોર્ટિકલ્ચર મેળો અને ફ્લાવર શોનું ભવ્ય આયોજન કરાયુ છે. આ બહુઆયામી મહોત્સવનું વિધિવત ઉદ્ઘાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલના હસ્તે કરાયુ હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી લેખિત પુસ્તકોનુ થીમ પેવેલિયન, નમો રીડિંગ કોર્નર લેટર્સ ટુ પીએમ સેકશન પણ ઉભા કરાયા હતાં. તો શિલ્પગ્રામ મેળામાં હસ્તકલા અને હાથશાળના કારીગરોની કલા જોવા મળી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *