રાજપીપળા ખાતે ‘નર્મદા રત્ન એવોર્ડ- 2025’નું આયોજન.
વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ સેવા આપનાર વ્યક્તિઓ અને સંસ્થાઓનું સન્માન
72 સેવાભાવી વ્યક્તિઓ અને સંસ્થાઓનું સન્માન કરવામાં આવ્યું
રાજપીપળામાં આંબેડકર ભવન ખાતે નર્મદા રત્ન એવોર્ડ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 72 સેવાભાવી વ્યક્તિઓ અને સંસ્થાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. સુરક્ષા સેતુ નર્મદા પોલીસ, લક્ષમ હોન્ડા રાજપીપળા અને અલ્કેશસિંહજી ગોહિલ ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગથી આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું.
સુરક્ષા સેતુ નર્મદા પોલીસ, લક્ષમ હોન્ડા રાજપીપળા અને અલ્કેશસિંહજી ગોહિલ ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગથી નર્મદા રત્ન એવોર્ડ સમારોહ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જેમાં 72 સેવાભાવી વ્યક્તિઓ અને સંસ્થાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. ભરૂચ સાંસદ મનસુખ વસાવા જણાવ્યું કે આ વર્ષે વિવિધ ક્ષેત્રના 72 વ્યક્તિઓને સન્માનિત કરવામાં આવ્યા. તેમાં પોલીસ અધિકારીઓ, હોમગાર્ડ, વન અધિકારીઓ, શિક્ષણાધિકારીઓ, શિક્ષકો, ARTO, મામલતદાર, કલેક્ટર કચેરીના કર્મચારીઓ અને આંતરરાષ્ટ્રીય ખેલાડીઓનો સમાવેશ થાય છે. છેલ્લા દસ વર્ષથી યોજાતા આ એવોર્ડ કાર્યક્રમમાં અત્યાર સુધી 1000થી વધુ લોકોને સન્માનિત કરવામાં આવ્યા છે. કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવા, સાંસદ જસુભાઈ રાઠવા, ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સન્માનિત થયેલા તમામ મહાનુભાવોએ આયોજકોનો આભાર વ્યક્ત કર્યો. તેમણે જણાવ્યું કે આવા સન્માનથી કર્મચારીઓ અને સંસ્થાઓને વધુ સારું કામ કરવાની પ્રેરણા મળે છે. સાથે જ અન્ય લોકોને પણ સમાજસેવા માટે પ્રોત્સાહન મળે છે…કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
