Site icon hindtv.in

સુરતમાં નરાધમ પતિએ મિત્રો સાથે મળી કર્યો ગેંગરેપ

સુરતમાં નરાધમ પતિએ મિત્રો સાથે મળી કર્યો ગેંગરેપ
Spread the love

સુરતમાં નરાધમ પતિએ મિત્રો સાથે મળી કર્યો ગેંગરેપ
જેલમાંથી છૂટેલા પતિએ મિત્રો સાથે મળી કર્યો ગેંગરેપ
પત્નીના આડાસંબંધ હોવાની શંકામાં પતિ બન્યો હેવાન
રૂમમાં ગોંધી રાખી સાગરીત સાથે મળી કર્યો ગેંગરેપ

સુરતના કાપોદ્રા વિસ્તારમાં ગેંગરેપ અને હત્યાની કોશિશનો એક ગંભીર ગુનો નોંધાયો છે. આ મામલે કાપોદ્રાના કુખ્યાત ગણેશ રાજપૂત સહિત તેના મિત્ર સામે ગુનો દાખલ કરી તેઓની ધરપકડ કરી કાયદાનુ ભાન કરાવ્યુ હતું.

કાપોદ્રા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ આરોપી ગણેશ રાજપૂતે પોતાની પત્નીને માર મારી બળાત્કાર ગુજાર્યો હતો. આટલું જ નહીં, તેણે પોતાના મિત્ર પાસે પણ પત્ની સાથે બળાત્કાર કરાવ્યો હતો. આરોપી ગણેશ રાજપૂતે ત્યારબાદ પોતાની પત્નીને માર મારી તાપી નદીમાં નાખી દઈ હત્યાની કોશિશ પણ કરી હતી. જોકે, મહિલાને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર હેઠળ ખસેડવામાં આવી હતી અને તેમનો જીવ બચી ગયો હતો. આ સમગ્ર ઘટના બાદ મહિલા દ્વારા કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. કાપોદ્રા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપી ગણેશ રાજપૂત સહિત તેના મિત્રો મળી કુલ ચાર આરોપીઓની ગેંગરેપ અને હત્યાની કોશિશના ગુના હેઠળ ધરપકડ કરી છે. નોંધનીય છે કે, આરોપી ગણેશ રાજપૂત સામે અગાઉ પણ 26 જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે.

Exit mobile version