Site icon hindtv.in

માંડવી સરકારી હોસ્પિટલ ખાતે નમો સ્વચ્છતા અભિયાનનો શુભારંભ

માંડવી સરકારી હોસ્પિટલ ખાતે નમો સ્વચ્છતા અભિયાનનો શુભારંભ
Spread the love

માંડવી સરકારી હોસ્પિટલ ખાતે નમો સ્વચ્છતા અભિયાનનો શુભારંભ
રાજ્યના તમામ આરોગ્ય મંદિરોમાં સપ્તાહભર સ્વચ્છતા મહાઅભિયાન
માંડવી ખાતે ધારાસભ્ય કુંવરજીભાઈ હળપતિની ઉપસ્થિતિમાં શુભારંભ

માંડવી સરકારી હોસ્પિટલ ખાતે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા આયોજિત “નમો સ્વચ્છતા અભિયાન”નો રાજ્યવ્યાપી શુભારંભ આજે તા. ૧ જુલાઈ, ૨૦૨૬ના રોજ કરવામાં આવ્યો હતો.

માંડવી સરકારી હોસ્પિટલ ખાતે “નમો સ્વચ્છતા અભિયાન” ના રાજ્યવ્યાપી શુભારંભ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ગરિમામયી ઉપસ્થિતિ રહી હતી. આ કાર્યક્રમ પ્રસંગે માંડવી ખાતે ધારાસભ્ય અને પૂર્વ રાજ્યકક્ષા મંત્રી કુંવરજી હળપતિ પણ હાજર રહ્યા હતા. માંડવી સ્થિત સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ડૉ. પરિમલ ચૌધરી સહિત આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ સવારે ૯:૧૫ વાગ્યાથી શરૂ થયેલા આ રાજ્યવ્યાપી અભિયાન અંતર્ગત ગુજરાત રાજ્યના તમામ આરોગ્ય મંદિરોમાં સામૂહિક સ્વચ્છતા મહાઅભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાન તા. ૧ જુલાઈ, ૨૦૨૬થી તા. ૭ જુલાઈ, ૨૦૨૬ સુધી સમગ્ર રાજ્યમાં ચલાવવામાં આવશે.આ અભિયાનનો મુખ્ય હેતુ આરોગ્ય સંસ્થાઓમાં સ્વચ્છતા જાળવવા, આરોગ્ય પ્રત્યે જાગૃતિ ફેલાવવા અને સ્વચ્છ પર્યાવરણ અંગે લોકોમાં સકારાત્મક સંદેશ પહોંચાડવાનો છે. રાજ્યના વિવિધ આરોગ્ય કેન્દ્રો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો તેમજ સરકારી હોસ્પિટલો ખાતે સ્વચ્છતા અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો, સફાઈ ઝુંબેશ અને જનજાગૃતિ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવશે. નમો સ્વચ્છતા અભિયાન” દ્વારા સ્વચ્છ અને સ્વસ્થ ગુજરાતના નિર્માણ માટે જનભાગીદારીને પ્રોત્સાહન આપવાનો મહત્વપૂર્ણ પ્રયાસ કરવામાં આવ્યો છે

Exit mobile version