Site icon hindtv.in

સુરતના લિંબાયત વિસ્તારના મતદારોના નામ રદ્દ

સુરતના લિંબાયત વિસ્તારના મતદારોના નામ રદ્દ
Spread the love

સુરતના લિંબાયત વિસ્તારના મતદારોના નામ રદ્દ
7 નંબરનો ફોર્મ ભરી રદ્દ કરાવવાનો કાવતરૂ
મતદારો જીવિત છતાં મૃત જાહેર કરી નામ કમી
ભાજપ કોર્પોરેટર વિક્રમ પાટીલે ફોર્મ નંબર 7 ભર્યા

સુરતના લિંબાયત વિસ્તારના મતદારોના નામ 7 નંબરનો ફોર્મ ભરી રદ્દ કરાવવાનો કાવતરી હાથ ધરાયુ હોવાના આક્ષેપ સાથે પોલીસ ફરિયાદની તજવીજ હાથ ધરાઈ છે.

સુરતમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ વચ્ચે મતદાર જીવીત અને હયાત છતાં ફોર્મ નંબર 7 ભરી વાંધા રજૂ કરાયા હતા. ભાજપના વોર્ડ નંબર 25 ના કોર્પોરેટર સામે ગંભીર આક્ષેપ કરાયા છે. અને જણાવાયુ હતું કે માત્ર લિંબાયત વિધાનસભા મત વિસ્તારમાં 31 હજાર ફોર્મ નંબર 7 ભરાયા છે જેમાં વધુ સંખ્યામાં મતદારો મૃત હોવાથી નામ કમી કરવા ફોર્મ નંબર 7 ભરાયા છે. મતદારો જીવિત છતાં મૃત જાહેર કરી નામ કરવા ભાજપ કોર્પોરેટર વિક્રમ પાટીલે ફોર્મ નંબર 7 ભર્યા છે. તો કોંગ્રેસના પ્રભુત્વવાળા વિસ્તારમાંથી વોટ કમી કરવાનો પ્રયાસના આક્ષેપો અસલમ સાયકલવાલા દ્વારા કરાયા હતા અને આ મામલે સલાબતપુરા પોલીસ મથકમાં 228 લોકો દ્વારા લેખિતમાં અરજી કરી હતી. જેમાં મતદારોને મૃત ઘોષિત કરનાર ભાજપના કોર્પોરેટર સામે ગુનો દાખલ કરવા માંગ કરાઈ છે. તો પોલીસ મથકે મોટી સંખ્યામાં મતદારોએ વિરોધ દર્શાવ્યો હતો.

Exit mobile version