Site icon hindtv.in

સુરતના ઉત્રાણમાં ચડ્ડી પહેરી રમવા બાબતે મારા મારી

સુરતના ઉત્રાણમાં ચડ્ડી પહેરી રમવા બાબતે મારા મારી
Spread the love

સુરતના ઉત્રાણમાં ચડ્ડી પહેરી રમવા બાબતે મારા મારી
ઉત્રાણ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

સુરતના ઉત્રાણ વિસ્તારમાં ચડ્ડી પહેરી રમવા બાબતે પાડોશીઓ વચ્ચે થયેલા ધિંગાણાના વિડીયો વાયરલ થતા ઉત્રાણ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

સુરતના ઉત્રાણમાં આવેલ વેલેંજાની નંદની સોસાયટીમાં રહેતા ચેતનાબેન સાવલીયાનો 14 વર્ષીય પુત્ર તક્ષ સોસાયટીમાં ઘર પાસે રમી રહ્યો હતો. આ દરમિયાન પડોશમાં રહેતા જયદીપ ભરવાડે તક્ષને માર મારવાનું શરૂ કર્યું હતું. સોસાયટીની અન્ય મહિલાઓએ ચેતનાબેનને જાણ કરી હતી કે તમારા પુત્રને જયદીપ માર મારી રહ્યો છે. આ સાંભળી ચેતનાબેન તરત જ બહાર દોડી ગયા હતા અને જોયું તો જયદીપ તેમના પુત્રનું ગળું દબાવી રહ્યો હતો. જ્યારે માતાએ પોતાના પુત્રને બચાવવાનો પ્રયાસ કર્યો અને જયદીપને ધક્કો માર્યો, ત્યારે મામલો વધુ બિચક્યો હતો. આરોપી જયદીપની માતા જસુબેન પણ ત્યાં આવી પહોંચ્યા હતા અને ઝઘડો શરૂ કર્યો હતો. જસુબેને ઉશ્કેરાઈને કહ્યું હતું કે, તમારો દીકરો ચડ્ડી પહેરીને સોસાયટીમાં કેમ રમે છે? આ તકરાર દરમિયાન આરોપીઓએ મહિલા સાથે ઝપાઝપી કરી હતી, જેમાં મહિલાનું ટી-શર્ટ ફાટી ગયું હતું અને તેમની સાથે છેડતી જેવું અભદ્ર વર્તન કરવામાં આવ્યું હતું. ઘટના બાદ મહિલા પોતાના ઘરે પરત ફરી ત્યારે આરોપી જયદીપ અને તેના પિતા ગોબરભાઈ ભરવાડ તેમના ઘરે પહોંચ્યા હતા. ત્યાં તેમણે ગાળાગાળી કરી ધમકી આપી હતી કે, જો તું પોલીસમાં ફરિયાદ કરીશ, તો તને અને તારા દીકરાને જાનથી મારી નાખીશું. જોકે, ડર્યા વગર મહિલાએ 112 પર ફોન કરી પોલીસ બોલાવી હતી અને ઉત્રાણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

Exit mobile version