Site icon hindtv.in

સુરતમાં આતંકવાદી હુમલામાં મુસ્લિમ સમાજમાં પણ આક્રોશ દેખાઈ

સુરતમાં આતંકવાદી હુમલામાં મુસ્લિમ સમાજમાં પણ આક્રોશ દેખાઈ
Spread the love

સુરતમાં આતંકવાદી હુમલામાં મુસ્લિમ સમાજમાં પણ આક્રોશ દેખાઈ
લિંબાયત મુસ્લિમ સમાજ દ્વારા કેન્ડલ માર્ચ યોજી શ્રદ્ધાંજલિ અર્પણ કરી
ભારતમાં હંમેશા એકતા જળવાઈ રહે તેવી પ્રાર્થના કરી

જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં મુસ્લિમ સમાજમાં પણ આક્રોશ દેખાઈ રહ્યો છે નિર્દોષોની હત્યા મામલે તેઓ પણ વિરોધ વ્યક્ત કરી રહ્યા છે ત્યારે સુરતના લિંબાયત મુસ્લિમ સમાજ દ્વારા કેન્ડલ માર્ચ યોજી પહેલગામ આતંકી હુમલા ના મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી.

જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલ આતંકવાદી હુમલામાં મોતને ભેટેલા મૃતકોને મુસ્લિમ સમાજ તરફથી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. લિંબાયત વિસ્તારમાં જંગલ શાહ બાબા ની દરગાહ ખાતે આ આયોજન કરવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં લિંબાયત સમાજના આગેવાનો અને લોકો જોડાયા હતા અને મોતને ભેટેલા શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. મુસ્લિમ સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે આવા આતંકવાદીઓનો કોઈ ધર્મ હોતો નથી ઇસ્લામ ક્યારેય પણ નિર્દોષોની હત્યાને સમર્થન આપતું નથી. આતંકવાદીઓને કડકમાં કડક સજા થાય તેવી અમે માંગ કરીએ છીએ અમને સરકાર પર પૂર્ણવિશ્વાસ છે કે તેઓ આતંકવાદ ખતમ કરશે અને નિર્દોષોની હત્યાનો બદલો લેશે પહેલગામમાં જે નિર્દોષોની હત્યા થઈ છે તે ઘટના ખૂબ જ દુઃખદ છે અમે આ દુઃખદ પરિસ્થિતિમાં પરિવારની સાથે છીએ ભારતમાં હંમેશા હિન્દુ મુસલમાનોની એકતા જોવા મળી છે અને આ એકતા હંમેશા જળવાઈ રહે તેવી અમે પ્રાર્થના કરીએ છીએ.

Exit mobile version