Site icon hindtv.in

સુરત : પલસાણાના તાતીથૈયામાં આડા સંબંધના વહેમમાં હત્યા

સુરત : પલસાણાના તાતીથૈયામાં આડા સંબંધના વહેમમાં હત્યા
Spread the love

સુરત : પલસાણાના તાતીથૈયામાં આડા સંબંધના વહેમમાં હત્યા
પતિ એ જેને મારવા આવ્યો હતો તેની જગ્યાએ ભૂલથી તેના ભાઈની હત્યા કરી નાખી
ગણતરીના કલાકોમાં જ પોલીસે આરોપીને ઝડપી પડ્યો

સુરત જિલ્લા ના પલસાણા તાલુકા ના તાતીથૈયા ગામે આડા સંબંધ ના વહેમ માં હત્યા ની ઘટના બની હતી. જોકે વિફરેલા પતિ એ જેને મારવા આવ્યો હતો તેની જગ્યા એ ભૂલ થી તેના ભાઈ ની હત્યા કરી નાખી હતી.

સુરત જિલ્લા માં મોટો ઔદ્યોગિક એકમ ગણાતા પલસાણા તાલુકા માં વિચિત્ર હત્યા ની ઘટના પ્રકાશ માં આવી હતી. ઘટના એ બની કે પલસાણા ના તાતીતહૈયા ગામે ગોકુલધામ સોસાયટી માં રહેતા નંદકિશોર ની અગાઉ સુરત  ના લિંબાયત વિસ્તાર માં રહેતો હતો ત્યારે શરદને તેની પત્નીના નંદ કિશોર સાથે આડાસંબંધ હોવાનો વહેમ હતો. નંદ કિશોર તેની પત્ની સાથે ફોન પર વાતચીત પણ કરતો હતો. આથી 23મી ઓગસ્ટના રોજ શરદે તેની પત્ની સાથે ઝઘડો કર્યો હતો. ઝગડા બાદ આથી તેની પત્ની રાત્રે જ ઘર છોડી જતી રહી હતી. આથી ગુસ્સામાં ને ગુસ્સામાં શરદ વહેલી તાતીથૈયાપહોંચી ગયો હતો. પરંતુ ઘર જોયું ન હોય તે વિસ્તારમાં આંટાફેરા મારી રહ્યો હતો. તેવામાં નંદકિશોરની બહેન દુકાને દૂધ લેવા આવેલી હોય તેણી દૂધ લઈને ઘરે જતી હતી ત્યારે તેની પાછળ પાછળ તે નંદકિશોરના ઘરે પહોંચ્યો હતો.ઘરમાં ઘૂસતાની સાથે જ તેણે પલંગ પર સુતેલા યાદવને નંદકિશોર સમજી ચપ્પુ મારી દીધુ હતું. શરદ નંદકિશોર માં ઘુસી તેના ભાઈ યાદવ બોરીકર ને નંદકિશોર સમજી હત્યા કરી હતી. ઘટના બાદ શરદ દગડું ધનગર ફરાર થઇ જતા પોલીસ પણ હરકત માં આવી હતી. અને ગણતરી ના કલાકો માં ધરપકડ પણ કરી લેવાય
હતી….

Exit mobile version