Site icon hindtv.in

સુરતના ખોલવડમાં થયેલ હત્યા મામલો

સુરતના ખોલવડમાં થયેલ હત્યા મામલો
Spread the love

સુરતના ખોલવડમાં થયેલ હત્યા મામલો
બે આરોપીઓની ઉત્તરાણ પોલીસે ધરપકડ કરી
વર્ષ 2020 માં સોલંકી ફાયરિંગ કરવામાં આવ્યો હતો

સુરતના કામરેજ વિસ્તારમાં હત્યાની કોશિશ ના કેસમાં સાક્ષી રહેલા વકીલ પર જીવલેણ હુમલો કરનાર બે આરોપીઓની ઉત્તરાણ પોલીસે ધરપકડ કરી છે પોલીસે પિતા પુત્રની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે એસીપી ડી એસ પટેલે જણાવ્યું હતું કે સુરતના ખોલવડ વિસ્તારમાં વર્ષ 2020 માં સોલંકી નામના ઇસમ પર પ્રકાશ મૈસુરિયા દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યો હતો આ મામલે કામરેજ પોલીસ મથકમાં હત્યાની કોશિશ નો ગુનો નોંધાયો હતો ત્યારે આ કેસમાં સાક્ષી રહેલા કુશાલ રણછોડભાઈ સોલંકી કે જે પોતે વકીલાત કરે છે તેમના પર તારીખ 26 4 2025 ના રોજ કઠોર વિસ્તારમાં મારામારી અને હુમલા ની ઘટના બની હતી. એડવોકેટ કુશાલ સોલંકીને આ કેસના સાક્ષીમાંથી હટી જવા માટે પ્રકાશ મૈસુરિયા અને આકાશ મૈસુરિયાંએ જીવલેણ હુમલો કર્યો અને ધાક ધમકીઓ આપી હતી. આ મામલે કુશાલ ને ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક તેમને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. કુશાલે આ અંગે ઉતરાણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આકાશ અને પ્રકાશ મૈસુરિયાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Exit mobile version