Site icon hindtv.in

અમરેલી સિવિલ કેમ્પલમાં હત્યાના પ્રયાસનો મામલો

અમરેલી સિવિલ કેમ્પલમાં હત્યાના પ્રયાસનો મામલો
Spread the love

અમરેલી સિવિલ કેમ્પલમાં હત્યાના પ્રયાસનો મામલો
ત્રણ યુવકો પર કાર ચડાવનાર આરોપીને પોલીસે ઝડપી લીધો
હજુ બે યુવકો ગંભીર હાલતમાં છે

અમરેલી શહેરમાં સીવીલ હોસ્પિટલમાં કાર ચાલકએ 2 વ્યક્તિ ઉપર ચડાવી આતંક મચાવી ફરાર શખ્સને એસઓજીએ ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ઘરે પોલીસએ દરોડો પાડી વિજકનેક્શન ગેરકાયદેસર ઝડપી લીધું

અમરેલી શહેરમાં ગત તારીખ 30 જૂનએ મોડી રાતે કાર ચડાવીને હત્યાના પ્રયાસનો બનાવ સામે આવ્યો હતો અગાઉના ઝઘડામાં થયેલી ફરિયાદનું મન દુ:ખ રાખીને શખ્સે અમરેલી સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં બેફામ કાર ચલાવીને ત્રણ યુવકોને અડફેટે લીધા હતા જોકે, આ ઘટનામા કારમાં આવેલા શખ્સે ત્રણ યુવકોને ઉછાળ્યા બાદ નીચે પટકાયેલા યુવક પર ફરીથી કારને રિવર્સ લઈને ચઢાવી દીધી હતી.આ ઘટનામાં બે યુવકોને ગંભીર ઇજા થઇ છે. જ્યારે આ સમગ્ર ઘટના સીસીટીવમાં કેદ થતાં પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી હતી અગાવ સાવરકુંડલામાં રવિ વેગડા અને ભરત કેતરીયાને માથાકૂટ થઇ હતી, જે અંગે સાવરકુંડલામાં ગુનો દાખલ થયો હતો. જે બનાવમાં ઇજાગ્રસ્ત રવિ વેગડા અને હિતેશ કેતરિયા અમરેલી સિવિલ હોસ્પિટલમાં દાખલ હતા. આ દરમિયાન ગત 30 જૂનની રાત્રે રવિ વેગડા, અજય ચૌહાણ અને હિતેશ ગેલોતર અમરેલી સિવિલ હોસ્પિટલના કેમ્પસમાંથી પસાર થઇને કેન્ટિન તરફ જઇ રહ્યા હતા ફંગોળ્યા બાદ ફરીથી રિવર્સ લઇને કાર ચડાવી આ દરમિયાન ભરત કેતરીયાનો ભાઇ જયસુખ કેરતરીયા પોતાની આઇ-20 કાર નંબર (GJ-12 DA 2565) લઇને આવ્યો હતો અને રવિ વેગડાને મારી નાંખવાના ઇરાદે ત્રણેય પર કાર ચડાવી દીધી હતી. કારની ટક્કર એટલી જોરદાર હતી કે ત્રણેય મિત્રો ફંગોળાઇને દુર ફેંકાયા હતા. કાર ચાલક જયસુખ કેતરીયાએ આટલેથી ન અટકી નીચે પટકાયેલા યુવક પર કાર રીવર્સ લઈને ફરીથી ચડાવી દીધી હતી અને બાદમાં ફરાર થઇ ગયો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી પોલીસએ હત્યાના પ્રયાસનો ગુન્હો નોંધાયો

અમરેલી પોલીસએ આ ઘટનામાં આરોપીને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવી હતી જેમાં અમરેલી સિવિલ હોસ્પિટલમાં કાર ચાલકએ આતંક મચાવનાર ઇસમ જયસુખભાઈ અરજણભાઈ ખેતરિયા ગામ મોટી ગરમલી તાલુકો ધારીને એસ.ઓ.ઓની ટીમએ ગરમલી ગામની સીમમાંથી આરોપી કાર ચાલકને દબોસી લીધો છે. ઝડપી લઈ અમરેલી સીટી પોલીસ સ્ટેશનમાં આરોપીને સોંપવામાં આવતા અમરેલી સીટી પોલીસએ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી પૂછ પરછ હાથ ધરવામાં આવી છે.ઉપરાંત આરોપીના ઘરે પોલીસએ વીજ વિભાગ સાથે ચેકીંગ કરતા ગેરકાયદેસર કનેક્શન ઝડપી કટ કરી 60 હજાર કરતા વધુનો દંડ કરી કાયદેસરની કાર્યવાહી પીજીવીસીએલ તરફથી પણ કરવામાં આવેલ…

Exit mobile version