Site icon hindtv.in

સુરતમાં હવે મનપાની નોટિસ પણ નકલી!

સુરતમાં હવે મનપાની નોટિસ પણ નકલી!
Spread the love

સુરતમાં હવે મનપાની નોટિસ પણ નકલી!
ઉત્રાણ વિસ્તારની સોસાયટીમાં ઘર પર રાતોરાત ડિમોલિશનની નોટિસ લાગી,
પાલિકાના લોગોવાળી ડિમોલિશનની નકલી નોટિસ દિવાલ પર લાગતા ઉહાપોહ

સુરતના ઉત્રાણ વિસ્તારમાં આવેલી સોસાયટીમાં ડિમોલિશનના નામે કોઈકે વિચિત્ર ટીખળ કરતા ભારે ઊહાપોહ મચી ગયો છે. કોઇકે ઉત્રાણ વિસ્તારમાં આવેલી તાપી નગર વિભાગ-૨ સોસાયટીમાં દરેક ગલીમાંથી પાંચ ઘર તોડવાની બોગસ નોટિસ કેટલાક ઘરો પર લગાડી દીધી હતી. સમગ્ર મામલો પાલિકા તંત્ર સુધી પહોંચ્યા બાદ મામલાની ગંભીરતા જોતાં પોલીસ તંત્રને ફરિયાદ કરવામાં આવી હતી. હાલ પોલીસે ટીખળખોર સામે ફોજદારી કામગીરી શરુ કરી છે.

સુરત મહાનગરપાલિકા તંત્ર દ્વારા માળખાગત સુવિધાઓ વિકસાવવા અને વિકાસલક્ષી કાર્યો માટે વિવિધ વિસ્તારમાં ડિમોલિશન કામગીરી કરવામાં આવે છે. જોકે, ઉત્રાણ વિસ્તારમાં એક સોસાયટીમાં વિચિત્ર કિસ્સો નોંધાયો છે. ઉત્રાણમાં આવેલી તાપીનગર વિભાગ-૨ સોસાયટીમાં કેટલાક ઘરો પર સુરત મહાનગરપાલિકાના નામ સાથેની ડિમોલિશનની બોગસ નોટિસ લગાડી દેવામાં આવી હતી. સોશિયલ મીડિયામાં ફરતી થયેલી બોગસ નોટિસમાં સોસાયટીમાં રહેતા નાગરિકોને ઉદ્દેશીને લખાયું હતું કે, તાપી કિનારે ડિમોલિશન કરવા માટે પાળા અને વોકવે ગાર્ડન પાસ થવાથી દિન-૩ મહિનાનો સમય આપવામાં આવે છે. જેથી દરેક ગલીમાંથી કુલ પ ઘર હટાવવામાં આવશે. આ કામમાં સાથ સહકાર આપવા બદલ આભાર. આ મામલે પાલિકાના અધિકારીઓના જણાવ્યા મુજબ, સોસાયટીમાં કેટલાક ઘરો, મિલકતો પર પાલિકાના નામથી બોગસ નોટિસ લગાડવામાં આવી છે.સમગ્ર મામલો પાલિકા તંત્ર સુધી પહોંચ્યા બાદ મામલાની ગંભીરતા જોતાં પોલીસ તંત્રને ફરિયાદ કરવામાં આવી હતી. હાલ પોલીસે ટીખળખોર સામે ફોજદારી કામગીરી શરુ કરી છે.

Exit mobile version