સુરતમાં વરસાદી કહેર વચ્ચે મનપા કમિશ્નર એક્શનમાં
વારંવાર પાણી ભરાવાની ફરિયાદો બાદ કડક સૂચનાઓ
તાત્કાલિક ધોરણે પાણીનો નિકાલ થાય તે માટે જરૂરી સૂચના
સુરતમાં વરસાદી કહેર વચ્ચે સુરત મનપા કમિશ્નર એક્શનમાં આવ્યા હોય તેમ વારંવાર પાણી ભરાવાની ફરિયાદો બાદ વહેલી સવારથી જ શહેરના વિવિધ વિસ્તારોમાં સ્થળ મુલાકાત લઈ અધિકારીઓને કડક સૂચનાઓ આપી હતી.
સુરતમાં સતત વરસાદ વચ્ચે પાણી ભરાવાની સમસ્યા ગંભીર બનતા પાલિકા કમિશ્નર એન. નાગરાજન વહેલી સવારથી મેદાનમાં ઉતર્યા હતાં. ઉધના-નવસારી રોડ સહિત વિવિધ વિસ્તારોની સ્થળ મુલાકાત લઈને પાણી ભરાવાની સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. વારંવાર પાણી ભરાવાની ફરિયાદોને લઈને ઝોનના અધિકારીઓ અને કર્મચારીઓનો ઉઘડો લઈ કામગીરી અંગે જવાબદારી નક્કી કરી હતી. અને તાત્કાલિક ધોરણે પાણીનો નિકાલ થાય તે માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. સાથે જ વરસાદ દરમિયાન શહેરના જ્યાં જ્યાં પાણી ભરાય ત્યાં તાત્કાલિક ટીમો મોકલી પાણીના નિકાલની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા પણ કમિશ્નરે અધિકારીઓને આદેશ આપ્યા હતાં.

