Site icon hindtv.in

અમરોલી-કોસાડ આવાસમાં ગેરકાયદે બાંધકામો સામે મનપાની કાર્યવાહી

અમરોલી-કોસાડ આવાસમાં ગેરકાયદે બાંધકામો સામે મનપાની કાર્યવાહી
Spread the love

અમરોલી-કોસાડ આવાસમાં ગેરકાયદે બાંધકામો સામે મનપાની કાર્યવાહી
H-2 આવાસમાં પોલીસ બંદોબસ્ત વચ્ચે ડીમોલેશન હાથ ધરાયું

સુરતના અમરોલી-કોસાડ આવાસમાં ગેરકાયદેસર બાંધકામો સામે તંત્રનું બુલડોઝર ચાલ્યું હોય તેમ એચ-2 આવાસમાં પોલીસ અને મનપાની ટીમે ડીમોલેશનની કાર્યવાહી હાથ ધરી હતી.

સુરતના અમરોલી-કોસાડ આવાસના એચ-2 વિસ્તારમાં ગેરકાયદેસર રીતે કરવામાં આવેલા બાંધકામો સામે તંત્ર એક્શનમાં આવ્યું હતું. પોલીસ બંદોબસ્ત વચ્ચે એસએમસીની ટીમ દ્વારા ડીમોલેશનની કાર્યવાહી કરવામાં આવી હતી. આવાસ વિસ્તારમાં તાણી દેવામાં આવેલા ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવામાં આવ્યા હતા. કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ગેરકાયદેસર બાંધકામો સામે એસએમસી અને પોલીસની સંયુક્ત કાર્યવાહીથી વિસ્તારમાં ચકચાર મચી છે.

Exit mobile version