નર્મદા ચીકડામાં સાંસદ મનસુખ વસાવાની ગર્જના
AAP અને ચૈતર વસાવા પર કર્યા આકરા પ્રહાર
ચૈતર વસાવાની તડીપારની કાર્યવાહી અંગે સ્પષ્ટતા
નર્મદા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ જામ્યો છે, ત્યારે ભાજપના દિગ્ગજ નેતા અને સાંસદ મનસુખ વસાવાએ આમ આદમી પાર્ટી અને ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં જઈને પડકાર ફેંક્યો છે. નવા બનેલા ચીકડા તાલુકામાં આયોજિત એક જાહેરસભામાં તેમણે ધારાસભ્ય ચૈતર વસાવા અને ‘આપ’ પર આકરા પ્રહારો કર્યા હતા.
વીઓ :- નર્મદા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ જામ્યો છે, ત્યારે ડુંગર વિસ્તારના આદિવાસીઓએ મનસુખ વસાવાનું પરંપરાગત ઢોલ-નગારા સાથે ભવ્ય સ્વાગત કર્યું હતું. ચૈતર વસાવાના હોમગ્રાઉન્ડ પર સભા ગજવતા મનસુખ વસાવાએ કહ્યું કે, “ચૈતર વસાવાના ગામમાં સભા કરવાની હિંમત માત્ર મનસુખ વસાવા જ કરી શકે .. મનસુખ વસાવાએ ‘આપ’ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટી પાસે કોઈ પોતાની દુકાન જ નથી અને તે લોકોને ઉધાર આપવા નીકળી છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે ચૈતર વસાવા લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે અને વિધાનસભામાં તેઓ લોકોને ઠગીને જીતી ગયા છે, પરંતુ આ વખતે સ્થાનિક ચૂંટણીમાં તેમનો સફાયો થઈ જશે.
ચૈતર વસાવાની તડીપારની કાર્યવાહી અંગે સ્પષ્ટતા કરતા સાંસદે કહ્યું કે, “એના પર 19 જેટલા કેસો નોંધાયેલા છે, મનસુખ વસાવાએ તેને તડીપાર નથી કર્યો પણ કોર્ટે તેને તડીપાર કર્યો છે.” વધુમાં, તેમણે ડેડીયાપાડા તાલુકાના ‘આપ’ પ્રમુખ પર ગંભીર આક્ષેપ કરતા કહ્યું કે, તેમણે ટીડીઓ પાસે દિવાળી કરવા માટે નાણાંની માંગણી કરી હતી. સાંસદ મનસુખ વસાવાએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે નર્મદા જિલ્લા પંચાયતની કુલ બેઠકોમાંથી 15 થી 20 સીટો પર ભાજપની શાનદાર જીત થશે. તેમણે ઉમેર્યું કે આમ આદમી પાર્ટીને એક પણ સીટ મળવાની નથી, કદાચ બાકી રહેલી બેઠકો કોંગ્રેસને મળી શકે છે. પ્રચારના આ દૌરથી નર્મદા જિલ્લાનું રાજકારણ અત્યારે ગરમાયું છે…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

