Site icon hindtv.in

મોટર સાઇકલ અને ઘરફોડ ચોરીના કેસોમાં સફળતા મળી

મોટર સાઇકલ અને ઘરફોડ ચોરીના કેસોમાં સફળતા મળી
Spread the love

મોટર સાઇકલ અને ઘરફોડ ચોરીના કેસોમાં સફળતા મળી
સુરતના ઉમરા, પાલ, અડાજણ અને રાંદેરમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો
ઉમરાઠ માંથી ઘરફોડ ચોરી અને વાહન ઉઠાંતરી કરનારા સાળા બનેવી ઝડપાયા

સુરત શહેરના ઉમરા, પાલ, અડાજણ અને રાંદેર વિસ્તારમાં થયેલી મોટર સાઇકલ અને ઘરફોડ ચોરીના કેસોમાં મહત્વપૂર્ણ સફળતા મળી છે. શહેર ક્રાઇમ બ્રાન્ચે એક હિસ્ટ્રીશીટર તથા તેના સાળા બનેવીને ઝડપી પાડી કુલ ૦૭ અનડિટેક્ટ ગુનાઓનો ભેદ ઉકેલી લીધો છે. આરોપીઓ પાસેથી ચોરીની કુલ ૭ મોટર સાયકલો/મોપેડ પણ કબજે કરવામાં આવી છે.

સુરત શહેરના ઉમરા, પાલ, અડાજણ અને રાંદેર વિસ્તારમાં થયેલી મોટર સાઇકલ અને ઘરફોડ ચોરીના કેસોમાં મહત્વપૂર્ણ સફળતા મળી છે. શહેર ક્રાઇમ બ્રાન્ચે એક હિસ્ટ્રીશીટર તથા તેના સાળા બનેવીને ઝડપી પાડી કુલ ૦૭ અનડિટેક્ટ ગુનાઓનો ભેદ ઉકેલી લીધો છે. આરોપીઓ પાસેથી ચોરીની કુલ ૭ મોટર સાયકલો/મોપેડ પણ કબજે કરવામાં આવી છે. આ કામગીરી દરમિયાન ક્રાઇમ બ્રાન્ચે રોહિત ઉર્ફે મોડેલ અશોક દેવીપુજક, તથા તેનો બનેવી હરેશ સુરેશભાઇ દેવીપુજકનેઅડાજણ વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો.આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું હતું કે , આરોપી રોહિત એક જાણીતો હિસ્ટ્રીશીટર છે. મહેસાણાથી ખાસ સુરત શહેરમાં ચોરી કરવા આવતો હતો. પહેલા મોટર સાઇકલ ચોરી કરતો અને ત્યારબાદ ઘરફોડ ચોરીને અંજામ આપી, ચોરાયેલ વાહન પર જ નાશી જતો. ચોરી કરેલી બાઈક તે અલગ-અલગ જગ્યાએ છુપાવી રાખતો હતો. જયારે દસથી વધુ વાહનો ભેગા થઇ જાય ત્યારે તે સૌને એકસાથે અન્ય રાજ્યોમાં વેચી દેતો હતો.

Exit mobile version