માંડવી પુના ગામના સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત.
પુના ગામના સરપંચ ધનજીભાઈ ચૌધરી વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત.
માંડવી તાલુકાના પુના ગામના સરપંચ મહેન્દ્રભાઈ ધનજીભાઈ ચૌધરી વિરુદ્ધ માંડવી તાલુકા વિકાસ અધિકારીને માંડવી તાલુકા પંચાયત ખાતે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરાય.
માંડવી તાલુકાના પુના ગામના સરપંચ ધનજીભાઈ ચૌધરી વિરુદ્ધ આજરોજ પુના ગ્રામ પંચાયતના સભ્યો તેમજ નાગરિકો દ્વારા માંડવી તાલુકા વિકાસ અધિકારીને અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરવામાં આવી તેમજ ગ્રામ પંચાયતના સભ્ય જીગરભાઈ જયંતીભાઈ પરમારએ જણાવેલ છે કે, અમારા ગામના સરપંચ મહેન્દ્રભાઈ ધનજીભાઈ ચૌધરી જેવો ગૌચરના લાકડા કોઈપણ જાતના ઠરાવ વગર અને કોઈપણ સભ્યોને વિશ્વાસ પણ લીધા વગર વેચી કાઢવામાં આવેલ છે તેમજ પુના ગામના સરપંચ તમામ કાર્યો પોતાની મનમાની કરી કાર્ય કરે છે અને સભ્યોને વિશ્વાસમાં પણ લેતા નથી જે પુના ગામના સભ્યો તેમજ નાગરિકો દ્વારા આજરોજ માંડવી તાલુકા વિકાસ અધિકારી ને લેખિત અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે.

