Site icon hindtv.in

જૂનાગઢ નગરપાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખ વિરૂધ્ધ અવિશ્વાસની દરખાસ્ત.

જૂનાગઢ નગરપાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખ વિરૂધ્ધ અવિશ્વાસની દરખાસ્ત.
Spread the love

જૂનાગઢ નગરપાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખ વિરૂધ્ધ અવિશ્વાસની દરખાસ્ત.
પાલિકાના કુલ 16 સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત કરી.
સૈયદ અબ્દુલ્લાહમીયાએ આ તમામ બાબતોને ફગાવી દીધી

જૂનાગઢની માંગરોળ નગરપાલિકામાં 20 વર્ષ બાદ સત્તામાં આવેલી ભાજપની પેનલ સામે રાજકીય ભૂકંપ સર્જાયો છે. વહીવટી અણઆવડત, નગરપાલિકાનું ફર્નિચર જપ્ત થવાની શરમજનક સ્થિતિ અને આર્થિક તંત્ર ખાડે જતાં કોંગ્રેસે પ્રમુખ ક્રિષ્નાબેન થાપણીયા અને ઉપપ્રમુખ સૈયદ અબ્દુલ્લાહમીયા વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી છે.

ભાજપના જ 8 સભ્યોની નારાજગી વચ્ચે કોંગ્રેસની ચાલથી માંગરોળના રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે. જોકે, ઉપપ્રમુખે આ બાબતને વિરોધ પક્ષનો પ્રોપેગંડા ગણાવી આક્ષેપોને નકારી કાઢ્યા છે. માંગરોળ નગરપાલિકામાં લાંબા સમય બાદ ભાજપના ભગવાએ જીત મેળવી હતી, પરંતુ આ જીતનો આનંદ એક વર્ષમાં જ ઓસરી રહ્યો હોય તેવું જણાય છે. નગરપાલિકાના કુલ 36 સભ્યોના સંખ્યાબળમાં ભાજપ અને કોંગ્રેસ બંને પાસે 15-15 સભ્યો છે, જ્યારે બસપાના 4, આપનો 1 અને 1 અપક્ષ સભ્ય છે. અત્યાર સુધી ભાજપ અને બસપાના ગઠબંધનથી સત્તા ચાલી રહી હતી, પરંતુ આંતરિક વિખવાદ અને શાસકોની કામગીરીથી નારાજ 8 સભ્યોએ બળવો કરતા કોંગ્રેસને મેદાન મારવાની તક મળી છે. ​માંગરોળ પાલિકામાં સત્તાનું સંતુલન અત્યંત નાજુક છે. ભાજપ પાસે 15 સભ્યો હોવા છતાં 8 સભ્યોની નારાજગી તેને લઘુમતીમાં લાવી શકે છે. જો કોંગ્રેસ 15 સભ્યોને આ નારાજ સભ્યોનો ટેકો મળે, તો 20 વર્ષ બાદ મળેલી સત્તા ભાજપ ગુમાવી શકે છે. હાલમાં ભાજપ અને બસપાના ગઠબંધનથી પ્રમુખ તરીકે ક્રિષ્નાબેન અને ઉપપ્રમુખ તરીકે સૈયદ અબ્દુલ્લાહમીયા કાર્યરત છે. બીજી તરફ ઉપપ્રમુખ સૈયદ અબ્દુલ્લાહમીયાએ આ તમામ બાબતોને ફગાવી દીધી છે.

કોંગ્રેસ દ્વારા ચીફ ઓફિસરને પાઠવવામાં આવેલા પત્રમાં ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છ. જેમાં પાલિકાના મુખ્ય નિર્ણયો ચૂંટાયેલા પ્રતિનિધિઓને બદલે બિનઅધિકૃત લોકો દ્વારા લેવામાં આવતા હોવાનો આક્ષેપ છે. વહીવટી અણઆવડતના કારણે પાલિકાની તિજોરી ખાલી થઈ ગઈ છે અને આર્થિક તંત્ર સંપૂર્ણપણે ડામાડોળ બની ગયું છે. તાજેતરમાં કોર્ટ દ્વારા પાલિકાની મિલકતો જેવી કે ફર્નિચર, પંખા, ટેબલ અને કોમ્પ્યુટર જપ્ત કરવાની ફરજ પડી હતી, જે પાલિકાની આબરૂ માટે મોટો ફટકો સાબિત થયો છે.પીવાનું પાણી, સ્ટ્રીટ લાઈટ અને સફાઈ જેવી પાયાની જરૂરિયાતો પૂરી પાડવામાં સત્તાધીશો નિષ્ફળ રહ્યા છે, જેના કારણે શહેરમાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત છે. નારાજગીની વાત માત્ર સોશિયલ મીડિયા અને અફવાઓ પૂરતી મર્યાદિત છે. અમારી પાસે કોઈ સત્તાવાર અવિશ્વાસનો કાગળ આવ્યો નથી. ભ્રષ્ટાચારના આક્ષેપો પાયાવિહોણા છે અને જો કોઈ ફરિયાદ હોય તો તેની તપાસ થવી જોઈએ. આ માત્ર સત્તા હડપવા માટેનો રાજકીય પ્રોપેગેંડા છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Exit mobile version