Site icon hindtv.in

સુરત પાંડેસરામાં સાસુ રતનાબેન સોનવણેની હત્યા

સુરત પાંડેસરામાં સાસુ રતનાબેન સોનવણેની હત્યા
Spread the love

સુરત પાંડેસરામાં સાસુ રતનાબેન સોનવણેની હત્યા
જ્વલનશીલ પ્રદાર્થ નાખી દિવાસળી ચાંપી હત્યા કરનાર જમાઈ ઝડપાયો
હત્યારા જમાઈ મનોહર મહાજનને ઝડપી પાડ્યો

સુરત પાંડેસરામાં સાસુ પર જ્વલનશીલ પ્રદાર્થ નાખી દિવાસળી ચાંપી હત્યા કરનાર જમાઈને ગણતરીના કલાકોમાં જ પાંડેસરા પોલીસે ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.

સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત, અધિક પોલીસ કમિશનર મેહન્દ્ર બગડીયા, નાયબ પોલીસ કમિશનર નિધી ઠાકુર અને મદદનીશ પોલીસ કમિશનર દેસાઈની સુચનાને લઈ પીઆઈ કેડી જાડેજાની ટીમ તપાસમાં હતી ત્યારે અહેકો હરપાલસિંહ, સિધ્ધરાજસિંહ, શૈલેષભાઈ, રાજેન્દ્રસિંહ, શક્તિસિંહ અને અપોકો મહિપાલભાઈને મળેલી બાતમીના આધારે બે દિવસ અગાઉ સાસુ રતનાબેન સોનવણે પર જ્વલનશીલ પ્રદાર્થ નાંખી દિવાસળી ચાંપી દઈ આગ લગાડી હત્યા કરનાર જમાઈ મનોહર મહાજનને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો. જે અંગે મદદનીશ પોલીસ કમિશનરે વધુ માહિતી આપી હતી.

Exit mobile version