Site icon hindtv.in

સુરત સરથાણામાં માતા પુત્રનો અપાઘાત

સુરત સરથાણામાં માતા પુત્રનો અપાઘાત
Spread the love

સુરત સરથાણામાં માતા પુત્રનો અપાઘાત
માતાએ ચાર માસના બાળકને એસિડ પીવડાવી પોતે પણ આપઘાત કર્યો
ધારા કોટડીયાએ પોતાના પિયર જઈને અંતિમ પગલું ભર્યું

સુરતના સરથાણા વિસ્તારમાં 4 મહિનાના દીકરાને મારી માતાએ આપઘાત કર્યો છે. મહિલા સરથાણા વિસ્તારમાં પરિવાર સાથે રહેતી હતી. 4 મહિનાના દીકરા રીશાન મનીષભાઈ કોટડીયાને 29 વર્ષીય માતા ધારાએ એસિડ પીવડાવી પોતે પણ પી લેતા મૌત થયું છે

આ ઘટના સુરતના સરથાણા યોગીચોક વિસ્તારમાં આવેલી એવન હાઇટ્સ નામના એપાર્ટમેન્ટમાં ૧ જૂન, ૨૦૨૬ના રોજ સાંજના સમયે બની હતી. આત્મહત્યા કરનાર ૨૯ વર્ષીય માતાનું નામ ધારાબેનએ એસિડ પી ૪ મહિનાના માસૂમ પુત્રને પણ પીવડાવી દેતા રીશાન કોટડીયા મૌત થયું છે. ધારાબેન મૂળ અમરેલી જિલ્લાના ધારીના વતની હતા. ધારાબેને પહેલા પોતાના ૪ મહિનાના માસૂમ દીકરાને એસિડ પીવડાવ્યું અને ત્યારબાદ પોતે પણ એસિડ પી લીધું હતું જેને પગલે ગંભીર હાલતમાં બંનેને હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં ટૂંકી સારવાર બાદ બંનેએ દમ તોડી દીધો હતો

પ્રારંભિક પોલીસ તપાસ અને અહેવાલો મુજબ, ધારાબેનના લગ્ન આશરે દોઢ વર્ષ પહેલાં થયા હતા. ૪ મહિના પહેલા દીકરાના જન્મ (ડિલિવરી) બાદ તેમની માનસિક સ્થિતિ સતત બગડી રહી હતી. તેઓ ડિપ્રેશન અને માનસિક તણાવથી પીડાતા હોવાથી તેમની તબીબી સારવાર પણ ચાલતી હતી. માનસિક તણાવ એટલો વધી ગયો હતો કે તેમણે છેલ્લા બે-ત્રણ દિવસથી જમવાનું પણ છોડી દીધું હતું અને અંતે આ ભયાનક આત્મઘાતી પગલું ભરી લીધું હતું. ઘટનાની જાણ થતાં જ સરથાણા પોલીસ સ્ટેશનનો કાફલો ઘટના સ્થળે અને હોસ્પિટલ પહોંચ્યો હતો. પોલીસે હાલ આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Exit mobile version