Site icon hindtv.in

સુરતના લિંબાયત વિસ્તારમાં ગટરો ઉભરાવવા મામલો

સુરતના લિંબાયત વિસ્તારમાં ગટરો ઉભરાવવા મામલો
Spread the love

સુરતના લિંબાયત વિસ્તારમાં ગટરો ઉભરાવવા મામલો
લિંબાયત ઝોનમાં 84 ગેરકાયદેસર ડાઈંગ યુનિટ સીલ
ડાઈંગના કેમિકલયુક્ત પાણી પ્રસરી જતા વિરોધ થયો હતો

સુરતના લિંબાયત વિસ્તારમાં ગટરો ઉભરાવવા મામલે તપેલા ડાઈંગોના કેમિકલયુક્ત પાણી જવાબદાર હોવાની ફરિયાદ બાદ લિંબાયત ઝોન દ્વારા 84 જેટલા તપેલા ડાઈંગ યુનિટોને સીલ કરાયા હતાં.

સુરતના લિંબાયત વિસ્તારમાં ચોમાસા દરમિયાન ગટરો ઉભરાવવાની સમસ્યા વચ્ચે છેલ્લા કેટલાક વર્ષોથી કેમિકલયુક્ત પાણી બહાર આવવાની ફરિયાદો પણ ઉઠી રહી છે. તો હાલમાં જ કબ્રસ્તાન અને સ્મશાન ખાતે તપેલા ડાઈંગના કેમિકલયુક્ત પાણી પ્રસરી જતા વિરોધ થયો હતો. તો સુરત મહાનગર પાલિકાની લિંબાયત ઝોન દ્વારા આ મામલે કડક કાર્યવાહી કરવામાં આવે તેમ ધારાસભ્ય મનુ પટેલ અને મેયર દ્વારા સ્થળ તપાસ બાદ જણાવાયુ હતું ત્યારે સુરત મહાનગર પાલિકાની લિંબાયત ઝોન દ્વારા ગોવિંદ નગરમાંથી ગેરકાયદેસર રીતે કેમિકલયુક્ત પાણીનો નિકાલ કરતા 84 જેટલા તપેલા ડાઈંગ યુનિટોને સીલ કરાયા હતાં.

Exit mobile version