સુરત બાદ ગોધરામાં પણ રૂપિયાની હેરાફેરી
એસઓજીએ બાતમીના આધારે હવાલા કૌભાંડ પકડ્યું
ડે.ડીએમ હર્ષ સંઘવીને આપ નેતા મનીષ સિસોદિયાએ આપ્યો જવાબ
પંચમહાલ જિલ્લાના ગોધરામાં આગામી ચૂંટણી પૂર્વે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપએ એક મોટી કાર્યવાહી કરતા ગેરકાયદે હવાલા નેટવર્કને ઉજાગર કર્યું છે.
વિશ્વસનીય સૂત્રોના આધારે SOG એ શહેરના વિવિધ સ્થળોએ દરોડા પાડી લાખો રૂપિયાની નાણાકીય હેરાફેરીનો ભાંડો ફોડ્યો છે. પોલીસને શંકા છે કે મતદારોને લાલચ અને પ્રલોભન આપવા માટે આંગડિયા અને હવાલા મારફતે મોટા પાયે રોકડ રકમ પહોંચાડવાનું નેટવર્ક કાર્યરત હતું, જેમાં આંગડિયા પેઢીના સીસીટીવી ફૂટેજમાં પણ શંકાસ્પદ ગતિવિધિઓ કેદ થઈ છે. મહત્વનું છે કે ગોધરા પહેલા સુરતમાંથી પણ આ જ પ્રકારનું રેકેટ પકડાયું હતું જેમાં પણ આપ નેતાઓની સંડોવણી હોવાના દાવા થયા હતા. ડીવાએસપી ગોધરાના જણાવ્યા મુજબ કેટલાક ઈસમો આંગડિયા પેઢી મારફતે મોટી રકમની હેરાફેરી કરે છે. જે આધારે SOG વર્ક આઉટ કરી તપાસ કરી હતી, જેમાં ત્રણ ઈસમો જેમાં અજય વસંતાણી વોર્ડ નંબર 11 માં AAP પક્ષના ઉમેદવાર છે, તેમજ અન્ય બે કાર્યકરો રમણભાઈ બારીયા,દર્શિત સોનીના લાખ તપાસમાં સામે આવ્યા હતા. જે તપાસને લઇ ડે.સીએમ હર્ષ સંઘવીએ વિપક્ષ ઉપર પ્રહાર કરતા પોતાની પ્રતિક્રિયા આપી હતી
આ કેસમાં આમ આદમી પાર્ટી (AAP)ના સંગઠનના સક્રિય કાર્યકર્તા અને ગોધરા નગરપાલિકાના વોર્ડ નં. 11 ના ઉમેદવાર અજય સોમાલાલ વસંતાણી તેમજ રમણભાઈ ગુલાબભાઈ બારીયા અને દર્શિત કૃષ્ણકાંત સોનીના નામો સામે આવ્યા છે. પ્રાથમિક વિગતો મુજબ, આ શખ્સોએ પોતાના મળતિયાઓ દ્વારા છેલ્લા પંદરેક દિવસમાં પી.એમ. આંગડિયા અને વી. પટેલ આંગડિયા મારફતે અંદાજે 50 લાખ રૂપિયાથી વધુની રકમની હેરાફેરી કરી છે. આ સંગઠિત નેટવર્કના
તાર ગુજરાતના અન્ય જિલ્લાઓ સાથે પણ જોડાયેલા હોવાનું તપાસમાં ખુલ્યું છે. ત્યારે આપ પાર્ટીના રાષ્ટ્રીએ નેતા સુરતમાં ચૂંટણી પ્રચારે આવતા તેમણે ભાજપ ઉપર આ મુદ્દે પ્રહાર કરતા પોતાની પ્રતિક્રિયા આપી છે પોલીસે કહ્યું છે કે ફંડનો ઉપયોગ ચૂંટણીમાં થયો કે નહીં તે અંગેની તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે. આંગણિયા પેઢી સંડોવાયેલી છે કે નહીં તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે. બીજી તરફ લોકમુખે એ પણ ચર્ચાઇ રહ્યું છે કે
ભાજપ અને કોંગ્રેસ પાર્ટીના ઉમેવારો પણ કથિત રીતે ચૂંટણીમાં મોટા પ્રમાણમાં પૈસા ખર્ચી રહ્યા છે. તેમના પર પણ વોચ ગોઠવી કાર્યવાહી કરવામાં આવે જેથી એક તરફી એક્શન ટાળી શકાય….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

