Site icon hindtv.in

સુરત સહિત દેશભરમાં મોકડ્રીલનુ આયોજન કરાયુ

સુરત સહિત દેશભરમાં મોકડ્રીલનુ આયોજન કરાયુ
Spread the love

સુરત સહિત દેશભરમાં મોકડ્રીલનુ આયોજન કરાયુ
પુર્ણેશ મોદીએ ભાજપના કાર્યકર્તાઓ સાથે રેલીનુ આયોજન કર્યુ
મોકડ્રીલ અંગે લોકોમાં જાગૃત્તિ આવે તે માટે રેલીનુ આયોજન કર્યુ

જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકીઓ દ્વારા કરાયેલા હુમલાને લઈ આજે એટલે કે 7 મેના રોજ મોકડ્રીલનુ આયોજન કરાયુ છે. જે અંગે લોકોમાં જાગૃત્તિ આવે તે માટે સુરત પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય અને માજી કેબીનેટ મંત્રી પુર્ણેશ મોદીએ ભાજપના કાર્યકર્તાઓ સાથે રેલીનુ આયોજન કર્યુ હતું.

જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા નિર્દોષ નાગરિકો પર કરાયેલા હુમલામાં 27 લોકો શહિદ થયા હતા. જેને લઈ પાકિસ્તાન અને ભારત  વચ્ચે તણાવની સ્થિતિ ઉભી થઈ હતી. તો ભારત સરકાર દ્વારા દેશમાં અનેક જગ્યાઓ પર મોકડ્રીલનુ આયોજન કરાયુ હતું. આજે એટલે કે 7 મે ના રોજ યોજાનાર મોકડ્રીલ અંગે લોકોને જાગૃત્ત કરવા તંત્ર દ્વારા અનેક કામગીરી કરી છે. તો લોકોમાં મોકડ્રિલ અંગે જનજાગૃત્તિ આવે તે માટે સુરત પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય અને માજી કેબિનેટ મંત્રી પુર્ણેશ મોદીએ કાર્યકરો સાથે એક જનજાગૃતિ રેલીનુ આયોજન કર્યુ હતું. જેમાં સાંજે 4 વાગ્યે 2 મિનિટનુ એક સાયરન વાગશે અને ત્યારબાદ સાંજે 7.30 થી 8 વાગ્યા સુધી બ્લેક આઉટ અંગે પ્લે કાર્ડ દર્શાવી લોકોને સમજ અપાઈ હતી. આ રેલી પ્રાઈમ આર્કેડથી શરૂ થઈ પાલનપુર પાટીયા શાક માર્કેટ સુધી પહોંચી હતી. તો સાથે લોકોને પુર્ણેશ મોદીએ માહિતી આપી હતી.

Exit mobile version