Site icon hindtv.in

બારડોલીમા : નક્સલવાદ સામે મોદી સરકારની મોટી સફળતા

બારડોલીમા : નક્સલવાદ સામે મોદી સરકારની મોટી સફળતા
Spread the love

બારડોલીમા : નક્સલવાદ સામે મોદી સરકારની મોટી સફળતા
2010માં 19,396 નક્સલી ઘટનાઓ હતી, 2024માં ઘટીને 374 થઈ
બારડોલી સાંસદ પ્રભુ વસાવાએ આપી માહિતી

નક્સલવાદને ડામવા માટે અને આદિવાસી સમાજના ઉત્થાન માટે ભારત સરકાર દ્વારા કરેલા કાર્યોની વિગતો આપવા માટે બારડોલીના સાંસદ પ્રભુભાઈ વસાવાના અધ્યક્ષસ્થાને બી.જે.પી. કાર્યાલય, બારડોલી ખાતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું .

સુરત જિલ્લા બારડોલી ભાજપ મધ્યસ્થ કાર્યાલય ખાતે સાંસદ પ્રભુ વસાવા અને જીલ્લા ભાજપના પ્રમુખ ભરત ભાઈ રાઠોડની ઉપસ્થિતિમાં પત્રકાર પરિસદ યોજાઈ હતી. જેમાં સ્વાગત પ્રવચન જિલ્લા પ્રમુખ ભરત રાઠોડે કર્યું હતું. ત્યાર બાદ 23 બારડોલી લોકસભાના સાંસદ પ્રભુ વસાવાએ પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું હતું.કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બન્યા ત્યારથી આદિવાસી સમાજના વિકાસ માટે અનેક યોજના અમલ કરાવ્યું હતું. આદિવાસી સમાજની દીકરી દેશના રાષ્ટ્રપતિ બન્યા, નકસલ પ્રભાવિત આદિવાસી વિસ્તારમાં યુવાનોના હાથમાંથી બંદૂક છોડાવી શિક્ષણ ને વેગ આપી નવો વિકાસ આપ્યો, બંદૂક ની જગ્યા પર કમ્પ્યુટર આપ્યા, આદિવાસી વિસ્તારમાંથી નકસલવાદ દૂર કરવા કામ કર્યું  178 જેટલી એકલવ્ય મોડેલ સ્કૂલ શરૂ કરી આદિવાસી બાળકો ને શિક્ષિત કર્યા, ત્યાર બાદ વર્ષ 2013 માં નકસલ પ્રભાવિત અનેક જિલ્લા હતા પરંતુ આજે નકસલ પ્રભાવિત વિસ્તાર ઓછા થઈ ગયા, વામપંથી ઉગ્રવાદ ઘટનાઓ 2010માં 19396 બની. 2024 માં ઘટીને 374 થઈ .

1.નકસલવાદ અને માઓવાદ વિરુદ્ધ નિર્માણકારી કાર્યવાહી,
2..આદિવાસી સમુદાયોના વિકાસ અને ઉત્થાન માટેના પ્રયાસ,
3.પ્રગતિના ગ્રીન કોરીડોર નું નિર્માણ ,
4..જનજાતીય બહુલ ક્ષેત્રો માં રાષ્ટિય સુરક્ષા ,
5.જન કેન્દ્રિત, નહીં કે બળ કેન્દ્રિત અભિગમ જેવા

કેન્દ્ર સરકારની નરેન્દ્ર ભાઈ મોદીના શાશનમાં કરેલા કામોની વિકાસ ગાથા વિસ્તૃત માહિતી આપી હતી.આ પત્રકાર પરિષદ માં જિલ્લા પ્રમુખ ભરત રાઠોડ, સાંસદ પ્રભુ વસાવા, જિલ્લા મહામંત્રી જીગર નાયક,  તથા જીલ્લા સંગઠન ના તમામ મંડળ પ્રમુખઓ હાજર રહ્યા હતા . આ પત્રકાર પરિષદ નું સંચાલન મહામંત્રી જીગર નાયકએ કર્યું હતું.

Exit mobile version