સુરતના ઉધના રેલ્વે સ્ટેશન પર આધુનિકરણ
પ્લેટ ફોર્મ નંબર 4 અને 5 ને 100 દિવસ માટે બંધ
સુરતના ઉધના રેલ્વે સ્ટેશન પર આધુનિકરણના કામને લઈ પ્લેટ ફોર્મ નંબર 4 અને 5 ને 100 દિવસ માટે બંધ રહેશે.
સુરતના ઉધના રેલવે સ્ટેશન પર સુવિધા વગરના પ્લેટફોર્મ નંબર 6 પરથી ટ્રેન ઉપડશે. કારણ કે આજે 17 નવેમ્બરથી પ્લેટફોર્મ નંબર 4 અને 5 ને 100 દિવસ માટે બંધ રહશે. ઉધના રેલવે સ્ટેશન પર આધુનિકીકરણના કામને લઈ પ્લેટફોર્મ નંબર 4 અને 5 બંધ રહેશે. સુવિધા વગરના પ્લેટફોર્મ પરથી મુસાફરો મુસાફરી કરી રહ્યા છે. ત્યારે પ્લેટફોર્મ 6 પર હાલમાં પાણીના પરબ, શૌચાલય અને બેસવાની વ્યવસ્થા જેવી મૂળભૂત સુવિધાઓ પણ પૂર્ણ પણે ઉપલબ્ધ નથી. આ પ્લેટફોર્મ પરથી પસાર થતી તમામ ટ્રેનોને હવે પ્લેટફોર્મ નંબર 6 પરથી ચલાવવામાં આવશે. વધુ મુસાફરોને ભારે અસુવિધાનો સામનો કરવો પડશે. હાલમાં પ્લેટફોર્મ નંબર 6 પરથી ઉપરથી ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરોને ફરી હાલાકી થઈ રહી છે. તો સુરત તરફ જતા વિસ્તારમાં એક્સેસ હજુ વિકસિત નથી જેના કારણે મુસાફરોને પ્લેટફોર્મ સુધી પહોંચવામાં પણ અડચણ ઉભી થશે.

