Site icon hindtv.in

અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં 8 સેન્ટર પર મોકડ્રીલ થશે

અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં 8 સેન્ટર પર મોકડ્રીલ થશે
Spread the love

અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં 8 સેન્ટર પર મોકડ્રીલ થશે
પેલેડિયમ મોલમાં સાયરન વગાડી લોકોને બહાર કાઢવામાં આવ્યા,
પોલીસ, ફાયર સહિતની 13 એજન્સીઓ જોડાઈ

 

પહેલગામ આતંકી હુમલાની ઘટના બાદ પાકિસ્તાન સરહદ પર તણાવભરી સ્થિતિ સર્જાઈ છે. પાકિસ્તાન તરફથી સતત સિઝફાયરનું ઉલ્લંઘન કરાઈ રહ્યું છે. ત્યારે દેશના સિવિલ ડિફેન્સ ડિસ્ટ્રિક્ટમાં આજે 7 મે ના રોજ મોકડ્રિલનું આયોજન કરાયું છે.

ગુજરાતના 18 જિલ્લાઓમાં પણ આજે સાંજે 4 થી 8 વાગ્યા દરમિયાન મોકડ્રિલ યોજાઈ રહી છે.. ત્યારે અમદાવાદમાં પણ બે જગ્યાએ પેલેડિયમ મોલ, વટવા GIDCમાં હાલ મોકડ્રિલ ચાલી રહી છે. બંને સ્થળો પર પોલીસ, ફાયર સહિતની 13 એજન્સીઓના કર્મચારીઓ પહોંચ્યા છે અને મોકડ્રિલ યોજી રહ્યા છે. સાંજે 8.30થી 9.00 વાગ્યા દરમિયાન બ્લેક આઉટ પણ કરાશે. અમદાવાદમાં આજે બે સ્થળો પર મોકડ્રિલ યોજાઈ રહી હોય હાઈકોર્ટના ચીફ જસ્ટિસે તમામ કર્મચારીઓને 6-30 કલાક સુધીમાં હાઈકોર્ટથી નીકળી જવા સર્કયુલર કર્યો છે. અમદાવાદ ગ્રામ્ય SP ઓમ પ્રકાશ જાટે જણાવ્યું કે, મોકડ્રિલ અમારી તૈયારીની સાથે જનતાની અવેરનેસ માટે છે. એક ઈન્ચાર્જ અને 1 કોમ્પોમેન્ટ હશે. કેઝ્યુલ્ટી, ફાયર, રેસ્ક્યુ, વેલ્ફેર, ST અને RTOમાં માણસોનું ઈવેકયુએશ કરવામાં આવશે. ડિસ્ટ્રીક્ટ સ્પાય ઓફિસર હશે. 4 વાગ્યે મોકડ્રિલ શરૂ થશે.

અમદાવાદમાં પેલેડિયમ મોલ અને વટવા જીઆઈડીસીમાં બે સ્થળોએ મોકડ્રિલ યોજાવાની છે. જેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. 4 વાગ્યે યોજાનારી મોકડ્રિલ માટે ફાયર, પોલીસ અને એમ્બ્યુલન્સ સહિતની ટીમો બંને સ્થળો પર પહોંચી ચૂકી છે. અમદાવાદ ગ્રામ્યના 6 સ્થળ ધંધુકા નગરપાલિકા, વિરમગામ ટેંક ફાર્મ, પાવરગ્રીડ પીરાણા, ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક ચાંગોદર, ગણેશપુરા કોઠ મંદિર, સાણંદ જીઆઈડીસી ટાટા પ્લાન્ટ ખાતે મોકડ્રિલ કરાશે. કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

 

Exit mobile version