Site icon hindtv.in

બારડોલીમાં મોકડ્રીલનું આયોજન કરાયું

બારડોલીમાં મોકડ્રીલનું આયોજન કરાયું
Spread the love

બારડોલીમાં મોકડ્રીલનું આયોજન કરાયું
સાયરન વાગતાં જ સ્થાનિક વહીવટી તંત્ર સક્રિય
બારડોલીમાં બ્લેકઆઉટ પણ કરવામાં આવ્યું

બારડોલી સુગર ફેક્ટરીમાં બુધવારે સાંજે ભારત સરકારના ઓપરેશન અભ્યાસના ભાગરૂપે હવાઈ હુમલાની મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મોકડ્રીલમાં કલ્પના અનુસાર ત્રણ કર્મચારીઓના મૃત્યુ અને 37 કર્મચારીઓને ઈજાઓ થઈ હોવાનું દૃશ્ય ઊભું કરવામાં આવ્યું હતું.

સાંજે પાંચ વાગ્યે સાયરન વાગતાં જ સ્થાનિક વહીવટી તંત્ર સક્રિય થઈ ગયું હતું. ફેક્ટરીમાં કામ કરતા 167 કર્મચારીઓમાંથી 37ને ઈજાઓ થઈ અને ત્રણના મૃત્યુનું નાટક ભજવાયું હતું. તાત્કાલિક ધોરણે સ્થાનિક એમ્બ્યુલન્સ સેવા, ફાયર વિભાગ અને નાગરિક સુરક્ષા ટીમે બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી. 108 એમ્બ્યુલન્સ અને નજીકની હોસ્પિટલોના ડોક્ટરો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા, જ્યારે ફાયર વિભાગે ફસાયેલા કર્મચારીઓને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. બાકીના કર્મચારીઓને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. મોકડ્રીલના ભાગરૂપે સાંજે 7:30 થી 8:00 વાગ્યા સુધી બારડોલીમાં બ્લેકઆઉટ પણ કરવામાં આવ્યું હતું.

આ મોકડ્રીલ બારડોલીના પ્રાંત અધિકારી જીજ્ઞા પરમાર, ડીવાયએસપી એચ.એલ. રાઠોડ અને બારડોલી ના ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર. સુગર ફેક્ટરીના ઉપપ્રમુખ ભાવેશ પટેલની હાજરીમાં યોજાઈ હતી. પ્રાંત અધિકારી જીજ્ઞા પરમારે આ મોકડ્રીલને સલામતીના પગલાંનો એક ભાગ ગણાવ્યો હતો અને લોકોને બ્લેકઆઉટ દરમિયાન સહકાર આપવા વિનંતી કરી હતી…

Exit mobile version