સુરતમાં વધી રહેલી મોબાઈલ ચોરીની ઘટનાઓ
સલાબતપુરા અને લાલગેટમાં નોંધાયેલા મોબાઇલ ચોરીના ગુના
બાળ કિશોર સહિત ત્રણ રીઢાઓને ઝડપી પાડ્યા
સુરતમાં વધી રહેલી મોબાઈલ ચોરીની ઘટનાઓ વચ્ચે ક્રાઈમ બ્રાન્ચે સલાબતપુરા અને લાલગેટ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા મોબાઇલ ચોરીના ગુનાના ભેદ ઉકેલી ચોરીમાં ગયેલ ત્રણ મોબાઇલ ફોન સાથે બાળ કિશોર સહિત ત્રણ રીઢાઓને ઝડપી પાડ્યા હતાં.
સુરત પોલીસ કમિશનરના આદેશને લઈ ક્રાઈમ બ્રાન્ચની ટીમો મોબાઈલ ચોરીના ગુના ઉકેલવા મેદાને હતી ત્યારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે ચોકબજાર ગાંધીબાગ પાસે ક્વોલિટી રેસ્ટોરન્ટ નજીકથી રીઢા મોબાઈલ ચોર શેહજાદ ઉર્ફે અલ્તાબશ, અસરફ શેખ અને એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકીશોરને ઝડપી પાડ્યા હતા. પોલીસ તપાસમાં સામે આવ્યું કે આ રીઢાઓએ બે મહિના પહેલા સલાબતપુરા પોલીસ મથકની હદમાં રિંગ રોડ ટેક્સટાઇલ માર્કેટ વિસ્તારમાં ઓટો રિક્ષાના સ્ટેન્ડ પરથી રિયલમી કંપનીનો મોબાઇલ ચોરી કરવામાં આવ્યો હતો. ઉપરાંત તાજીયાના જુલૂસ દરમિયાન લાલગેટ વિસ્તારમાંથી ચોરાયેલો સેમસંગ મોબાઇલ પણ કબજે લેવાયો છે. હાલ ક્રાઈમ બ્રાન્ચે રીઢાઓની વધુ પુછપરછ હાથ ધરી છે.

