સુરતની અડાજણ પોલીસ મથકની હદમાં મોબાઈલ સ્નેચીંગ
રીઢાને ઝડપી પાડી એક ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો
ભેસ્તાન આવાસમાં રહેતા મુજમીલ સૈયદને ઝડપ્યો
સુરતની અડાજણ પોલીસ મથકની હદમાં મોબાઈલ સ્નેચીંગના ગુનામાં સંડોવાયેલા રીઢાને ઝડપી પાડી એક ગુનાનો ભેદ ઉકેલી કાઢી સ્નેચિંગ કરાયેલ મોબાઈલ કબ્જે લીધો હતો.
સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત તથા અધિક પોલીસ કમિશનર અને મદદનીશ પોલીસ કમિશનરની સુચનાને લઈ પીઆઈ એનએ ચાવડાની ટીમ પીએસઆઈ એનડી પટેલના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં 8હતી ત્યારે હેકો ભીખનભાઈ, પોકો શઇવરાજભાઈ અને પુષ્પરાજસિંહને મળેલી બાતમીના આધારે રીઢા મોબાઈલ સ્નેચર ડિંડોલી ખાતે ભેસ્તાન આવાસમાં રહેતા મુજમીલ સૈયદને ઝડપી પાડી તેની પાસેથી સ્નેચિંગ કરાયેલ મોબાઈલ કબ્જે લઈ તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

