Site icon hindtv.in

સુરતની જાણીતી રેસ્ટોરન્ટના મહિલા વોશરૂમમાંથી મળ્યો મોબાઇલ

સુરતની જાણીતી રેસ્ટોરન્ટના મહિલા વોશરૂમમાંથી મળ્યો મોબાઇલ
Spread the love

સુરતની જાણીતી રેસ્ટોરન્ટના મહિલા વોશરૂમમાંથી મળ્યો મોબાઇલ
શહેરની જાણીતી ચારકોલ રેસ્ટોરન્ટમાં બની ઘટના
મોબાઈલ છૂપાવ્યાના મામલે સફાઇકર્મીની ધરપકડ
મહિલાનું ધ્યાન પડતાં કર્યો હોબાળો

સુરતના પિપલોદ ખાતે આવેલી નામાંકિત કે ચારકોલ રેસ્ટોરન્ટમાં સફાઈ કર્મી વોશરૂમમાં મહિલાઓનો વિડીયો બનાવતો હોવાનુ સામે આવતા પોલીસે તેની ધરપકડ કરી હતી.

સુરતમાં પીપલોદની કે.ચારકોલ રેસ્ટોરેન્ટમાં મહિલાઓના વોશરૂમમાં ફોન મૂકાયો હોવાનો ગંભીર મામલો સામે આવ્યો છે. રેસ્ટોરન્ટમાં આવેલી એક મહિલા જ્યારે વોશરૂમનો ઉપયોગ કરવા ગઈ ત્યારે તેની નજર વોશરૂમના ઉપરના ભાગે આવેલી જાળીમાં પડી. જ્યાં મોબાઇલ પડ્યો હતો અને તે ચાલું કન્ડિશનમાં હતો. આ સમગ્ર મામલે જાગૃત મહિલાએ તેનો વીડિયો બનાવ્યો અને લોકોને જાણ કરી હતી. બાદમાં તમામ ગ્રાહકો એક્ઠા થઈ ગયા અને તેમને હોબાળો મચાવ્યો હતો. હાલ તો આ આખો મામલો ઉમરા પોલીસ મથકે પહોંચ્યો છે. અને સમગ્ર મામલે સફાઈ કર્મચારી સુરેન્દ્ર રાણાની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હતી.

Exit mobile version