Site icon hindtv.in

રાધનપુરમાં ધારાસભ્ય ગ્રાન્ટ ફાળવવામાં વ્હાલા દવાલાની નીતિથી ફરયિાદ.

રાધનપુરમાં ધારાસભ્ય ગ્રાન્ટ ફાળવવામાં વ્હાલા દવાલાની નીતિથી ફરયિાદ.
Spread the love

રાધનપુરમાં ધારાસભ્ય ગ્રાન્ટ ફાળવવામાં વ્હાલા દવાલાની નીતિથી ફરયિાદ.
જિલ્લા ભાજપની બેઠકમાં તાલુકા સરપંચ એસોસિએશને લેખિતમાં રજૂઆત કરી.
ભાજપ સાથે જોડાયેલા હોવા છતાં ગ્રાન્ટ ફાળવવામાં ભેદભાવ

રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર પર ગ્રાન્ટ ફાળવણીમાં “વ્હાલા દવાલા”ની નીતિ અપનાવવાનો આરોપ લાગ્યો છે. આ મામલો સોમવારે રાધનપુર સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી જિલ્લા ભાજપની બેઠકમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો. તાલુકા સરપંચ એસોસિએશનના પ્રમુખના પતિએ લેખિતમાં રજૂઆત કરી આ અંગે ફરિયાદ કરી હતી.

રાધનપુરમાં બાદરપુરા ગામના સરપંચ અને રાધનપુર તાલુકા સરપંચ એસોસિએશનના પ્રમુખ માણેકબેનના પતિએ જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ સિંધવને લેખિત રજૂઆત કરી, જેમાં ધારાસભ્ય પર ગામના વિકાસ માટે ગ્રાન્ટ ફાળવણીમાં ભેદભાવ રાખવાનો આરોપ મૂક્યો. માણેકબેનના પતિએ રજૂઆતમાં જણાવ્યું કે ધારાસભ્ય પોતાના મળતિયા સરપંચો અને ગ્રામ પંચાયતોને મન ફાવે તેમ ગ્રાન્ટ આપે છે જ્યારે અન્ય ગામોની અવગણના કરે છે. ભાજપ સાથે જોડાયેલા હોવા છતાં ધારાસભ્ય ગામના વિકાસ માટે ગ્રાન્ટ ફાળવવામાં ભેદભાવ રાખે છે. આ લેખિત ફરિયાદથી જિલ્લા ભાજપની બેઠકમાં ચર્ચાનો વિષય બન્યો અને સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો.

સરપંચ એસોસિએશન પ્રમુખના પતિના જણાવ્યા પ્રમાણે ગ્રામ્ય વિસ્તારમાં ધારાસભ્ય દ્વારા ગ્રાન્ટ નહીં આપતા ગામડાનો વિકાસ રુંધાઈ રહ્યો છે.કેટલીક ગ્રામ પંચાયતમાં ધારાસભ્ય દ્વારા એક પણ ગ્રાન્ટ આપવામાં આવી નથી. જેથી ગ્રામ પંચાયતમાં ધારાસભ્યની ગ્રાન્ટમાંથી ગ્રાન્ટ આપવા માગ કરાઈ છે. ધારાસભ્ય સામે આક્ષેપ થતાં જ રાધનપુરના રાજકારણમાં ખળભળાટ મચી જવા પામ્યો છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Exit mobile version