સુરત રેલ્વેમાં લોકો પાયલોટ હોવાની ખોટી ઓળખ
રેલ્વેમાં નોકરી અપાવવાની લાલચે યુવાન પાસેથી લાખો પડાવ્યા
બે ઠગોને અમરોલી પોલીસે ઝડપી પાડ્યા
સુરત રેલ્વેમાં લોકો પાયલોટ હોવાની ખોટી ઓળખ આપી રેલ્વેમાં નોકરી અપાવવાની લાલચે યુવાન પાસેથી લાખો પડાવી લેનાર બે ઠગોને અમરોલી પોલીસે ઝડપી પાડ્યા છે.
સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત, સંયુક્ત પોલીસ કમિશનર ડામોર, નાયબ પોલીસ કમિશનર ઝાલા અને ઈન્ચાર્જ મદદનીશ પોલીસ કમિશનર આહિરની સુચનાને લઈ પીઆઈ જેબી વનારની ટીમ પીએસઆઈ કામળીયાના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે એએસઆઈ રૂમિત અને અહેકો રવિરાજસિંહને મળેલી બાતમીના આધારે રેલ્વેમાં નોકરી અપાવવાના બહાને યુવાન પાસેથી 47 લાખ 36 હજાર પડાવી લેનાર બે ઠગો વિવેક પ્રફુલ ચૌહાણ અને રવિ કિશોર ચોટલીયાને ઝડપી પાડી ધરપકડ કરી હતી.

