Site icon hindtv.in

સુરતના અલથાણ વિસ્તારમાં સગીરાની છેડતી

સુરતના અલથાણ વિસ્તારમાં સગીરાની છેડતી
Spread the love

સુરતના અલથાણ વિસ્તારમાં સગીરાની છેડતી
આરોપીને પોલીસની વાનમાંથી ખેંચી ઉશ્કેરાયેલા લોકોએ મેથીપાક આપ્યો
કડક સજાની માંગણી સાથે પોલીસ મથકનો ઘેરાવ કર્યો

સુરતના અલથાણ વિસ્તારમાં સગીરાની છેડતીને લઈ કરનારને પોલીસની વાનમાંથી ખેંચી ઉશ્કેરાયેલા લોકોએ મેથીપાક આપ્યો હતો. તો બનાવને લઈ ધારાસભ્ય પણ સ્થળે દોડી ગયા હતા અને પોલીસ સાથે મળી મામલાને થાળે પાડ્યો હતો.

સુરતમાં નાની બાળાઓ, સગીરાઓ પર નરાધમો નજર બગાડતા હોવાના કિસ્સાઓને લઈ લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે ત્યારે અલથાણમાં સગીરાની છેડતી કરાતા ચકચાર મચી ગઈ હતી. એક સગીરા ટ્યુશનેથી ઘરે જતી હતી ત્યારે તેની છેડતી કરાઈ હોવાની ઘટનાની જાણ થતા જ તાત્કાલિક લોકો ભેગા થતા પોલીસ દોડતી થઈ ગઈ હતી અને પોલીસે ગણતરીના સમયમાં જ આરોપીને ઝડપી પાડ્યો હતો. જો કે આરોપીને પોલીસ મથકે લઈ જવાયો ત્યાં જ લોકોએ પોલીસ જીપમાંથી આરોપીને કાઢી ઢોર માર માર્યો હતો. તો બીજી તરફ ધારાસભ્ય મનુભાઈ પટેલ પણ સ્થળે દોડી ગયા હતા અને મામલાને થાળે પાડ્યો હતો. લોકોમાં આરોપી સામે ભારે આક્રોશ જોવા મળ્યો હતો અને કડક સજાની માંગણી સાથે પોલીસ મથકનો ઘેરાવ કર્યો હતો. જો કે પોલીસે સમજાવીને મામલો થાળે પાડ્યો હતો.

Exit mobile version