Site icon hindtv.in

સુરતમાં APK ફાઇલથી મોબાઇલ હેક કરી લાખોની છેતરપિંડી

સુરતમાં APK ફાઇલથી મોબાઇલ હેક કરી લાખોની છેતરપિંડી
Spread the love

સુરતમાં APK ફાઇલથી મોબાઇલ હેક કરી લાખોની છેતરપિંડી
સાયબર ક્રાઇમ પોલીસે ટેકનિકલ વર્કઆઉટથી એક આરોપીની ધરપકડ કરી

સુરતમાં એપીકે ફાઇલના નામે મોબાઇલ હેક કરી લાખો રૂપિયાની છેતરપિંડીનો મામલે સાયબર ક્રાઇમ પોલીસે ટેકનિકલ વર્કઆઉટના આધારે એકની ધરપકડ કરી છે.

સુરત સાયબર ક્રાઇમ સેલે એપીકે ફાઇલ દ્વારા કરાયેલી સાયબર છેતરપિંડીનો ભેદ ઉકેલી એકને ઝડપી પાડ્યો છે. સાયબર ક્રાઈમ પોલીસની તપાસમાં સામે આવ્યુ છે કે આરોપીઓએ ફરિયાદીના મોબાઇલ ફોનમાં એપીકે ફાઇલ મોકલી હતી. ફાઇલ ડાઉનલોડ થતાં મોબાઇલ હેક કરી ફરિયાદીની જાણ બહાર બેંક એકાઉન્ટમાંથી અલગ-અલગ ટ્રાન્ઝેક્શન મારફતે કુલ 6.31 લાખથી વધુ ઉપાડી લેવામાં આવ્યા હતાં. આ મામલે ફરિયાદ બાદ સુરત સાયબર ક્રાઇમ પોલીસે ટેકનિકલ વર્કઆઉટ શરૂ કર્યું હતું. તપાસના આધારે પોલીસે ભેસ્તાન વિસ્તારમાં રહેતા દીન મોહમદ ઉર્ફે રોઝુદ્દીન શેખને ઝડપી પાડ્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ આરોપી ક્રેડિટ કાર્ડના બિલ સેટલમેન્ટના નામે રકમની હેરફેર કરતો હતો અને તેમાં કમિશન લેતો હતો.

Exit mobile version