સુરતમાં એમ્બ્યુલન્સમાંથી લાખોનો વિદેશી દારૂ ઝડપાયો
એલસીબી પોલીસે 15.87 લાખનો મુદ્દામાલ જપ્ત કરી
ચાલકની ધરપકડ કરી, બે વોન્ટેડ જાહેર
સુરત એલસીબી પોલીસે પૂર્વ બાતમીનાં આધારે ઘલા પાટીયા નજીક એમ્બ્યુલન્સમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી ચાલકની ધરપકડ કરી કુલ ૧૫.૮૭ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો તથા બેને વોન્ટેડ જાહેર કર્યા હતા.
એમ્બ્યુલન્સ નં. જીજે-૦૬-વાય-૦૦૯૮નો ચાલક વિદેશી દારૂનો જથ્થો ભરી વડોદરા તરફ જઈ રહ્યો છે અને હાલમાં બોધાન ગામ પસાર કર્યુ છે, આવી એલસીબી પોલીસને બાતમી મળી હતી. જેથી પોલીસે ધોરણ પારડી ગામની સીમમાં ઘલા પાટીયા પાસે વોચ ગોઠવી દીધી હતી. જે દરમ્યાન બાતમી વાળી એમ્બ્યુલન્સ ત્યાંથી પસાર થતી હતી ત્યારે પોલીસે તેને અટકાવી ચાલકને સાથે રાખી એમ્બ્યુલન્સમાં અંદર તપાસ કરી હતી. જેનાં પાછળનાં ભાગે બનાવેલા ગુપ્ત ચોરખાનામાંથી વિપુલ પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે બનાવનાં સ્થળેથી ૫૮૦૮૦૦ કિંમતની વિદેશી દારૂની ૨૧૬૦ બોટલો, ૧૦ લાખ કિંમતની એમ્બ્યુલન્સ, ૫ હજાર કિંમતનો એક મોબાઇલ ફોન, ૨ હજાર રોકડા મળી પોલીસે કુલ ૧૫૮૭૮૦૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે એમ્બ્યુલન્સનાં ચાલક સંદિપ દિનેશ શુકલા (ઉ.વ.૩૬ ધંધો-ડ્રાઈવિંગ હાલ રહે ફફુન સોસાયટી કારેલી ગામ, તા.ઓલપાડ મુળ રહે આદર્શ નગર મહોલ્લો ઉન્નાવ જી.ઉનાઉ (યુપી)ની ધરપક કરી (૧) એમ્બ્યુલન્સમાં વિદેશી દારૂનો જથ્થો ભરાવનાર તથા મંગાવનાર મુન્ના, (૨) મુન્નાનો સંપર્ક કરાવનાર લોબર રહે રાજસ્થાન)ને વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી..

