સુરતમાં હીરાના વેપારીઓ સાથે લાખોની ઠગાઈ
હીરાના 6 વેપારીઓ સાથે ઓનલાઇન છેતરપિંડી
4.80 કરોડના ડાયમંડની છેતરપિંડી, બેની ધરપકડ
વર્ચ્યુલ મોબાઈલ નંબરોનો ઉપયોગ કરી પોતાની ઓળખ છુપાવી યુએસની નામાંકીત કંપનીના બાયર હોવાનુ કહી હિરા વેપારીઓ પાસેથી દુબઈ અને હોંગકોંગ ખાતે હિરા મંગાવી રૂપિયા ન આપી ઠગાઈ આચરનાર બે ઠગોને આર્થિક ગુન્હા નિવારણ શાખાની ટીમે ઝડપી પાડ્યા છે.
સુરતના હીરા બજારમાં વધુ એક વખત ઓનલાઈન છેતરપિંડીની ઘટના સામે આવી હતી. જેમાં મહિધરપુરાના એક વેપારી સહિત કુલ 6 હીરા વેપારીઓ પાસેથી રેપનેટ ઓનલાઈન પોર્ટલ દ્વારા હીરાનો મોટો જથ્થો દુબઈ અને હોંગકોંગ ખાતે મંગાવી પેમેન્ટ ચૂકવ્યા વિના ફોન બંધ કરી ઠગાઈ આચરાઈ હતી જે અંગે 4.80 કરોડની ઠગાઈની ફરિયાદ સુરત ક્રાઈમ બ્રાન્ચમાં નોંધાતા ક્રાઈમ બાન્ચની આર્થિક ગુન્હા નિવારણ શાખાની ટીમે ત્વરિત તપાસ હાથ ધરી વર્ચ્યુઅલ એટલે કે ગેટ વે મોબાઈલ નંબરોનો ઉપયોગ કરી પોતાની ઓળખ છુપાવી યુએસની નામાંકીત કંપનીના બાયર હોવાનુ જણાવી વિશ્વાસ કેળવી સુરતના હિરા વેપારીઓ પાસેથી હોંગકોંગ અને દુબઈ ખાતે હિરા મંગાવી રૂપિયા ન આપી ઠગાઈ આચરનાર બે ઠગો મુળ ભાવનગરના અને હાલ સુરતમાં છાપરાભાઠા ખાતે રહેતા મિતુલ પ્રેમજી ગોટી તથા ડભોલી ખાતે રહેતા નીકુંજ ભરત આંબલીયાને ઝડપી પાડી તેઓ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

