સુરતમાં વરાછાના મંત્ર ડ્રીમ હોમમાં દૂધવાળાએ વોચમેનને માર માર્યો.
વોચમેને બાઈક બહાર મૂકવાનું કહેતા દૂધવાળાએ મારામારી કરતા સીસીટીવીમાં કેદ
સુરતમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવે છે ત્યારે મોટા વરાછામાં મંત્ર ડ્રીમ હોમમાં દુધવાળાએ વોચમેન સાથે મારામારી કરી હોવાનો બનાવ સામે આવ્યો છે હાલ તો આ મામલે ઉત્રાણ પોલીસ મથકમાં અરજી પણ કરાઈ છે.
સુરતમાં ઘમા સમયથી અસામાજિક તત્વો ફાટીને ધુમાડે જઈ રહ્યા હોય તેમ લાગી રહ્યુ છે રોજેરોજ અસામાજિક તત્વો આમ જનતાને હેરાન પરેશાન કરી રહ્યા છે ત્યારે મોટા વરાછાના વિડીયો સામે આવ્યા છે જેમાં દુધવાળાએ વોચમેનને માર માર્યો હતો. મોટા વરાછા ખાતે આવેલ મંત્ર ડ્રીમ હોમમાં દુધવાળાએ વોચમેનને માર્યો હતો. વોચમેનએ બાઈક બહાર મુકવાનુ કહેતા દુખવાળાએ તેને ઢોર માર માર્યો હતો હાલ તો આ મામલે સોસાયટીના લોકો દ્વારા દુધવાળા વિરૂદ્ધ ઉત્રાણ પોલીસ મથકમાં અરજી કરાઈ હોવાનુ સામે આવ્યુ છે.

