Site icon hindtv.in

સુરતમાં મિલન દરજી ગેંગનો સાગરિત ઝડપાયો

સુરતમાં મિલન દરજી ગેંગનો સાગરિત ઝડપાયો
Spread the love

સુરતમાં મિલન દરજી ગેંગનો સાગરિત ઝડપાયો
એટીએમમાંથી દીરહામ વીડ્રોલ કરી દુબઈ પહોંચાડતો

આંતર રાષ્ટ્રીય સાયબરના ગુનાઓ આચરતી અને ગુજસીટોકના કાયદા હેઠળ કાર્યવાહી થયેલ મિલન દરજી ગેંગના એક સાગરીતને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે.

સુરતમાં નોંધાયેલા ગંભીર પ્રકારના ગુનઓ શોધી કાઢવા તથા હાલમાં ચાલી રહેલ ગણેશોત્સવ દરમિયાન શહેરમાં સતત પેટ્રોલીંગ રાખવા ક્રાઈમ બ્રાન્ચને મળેલી સુચના મુજબ ક્રાઈમ બ્રાન્ચની ટીમે આંતર રાષ્ટ્રીય સાયબરના ગુના આચરતી અને ગુજસીટોક કાયદા હેઠળ કાર્યવાહી થયેલ મિલન દરજી ગેંગના નાસતા ફરત આરોપી એવા યોગેશ જગદીશ કુંભાણીને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. તો આરોપીએ મિલન દરજી તથા વિવેક ડાખરા માટે એટીએમમાંથી દિરહામ વિડ્રો કરી દુબઈ મોકલતો હોવાનુ સામે આવ્યુ છે.

Exit mobile version