ભાવનગરના લાખણકા ગામે ખાણ-ખનીજ વિભાગનો મધરાતે સપાટો,
ગેરકાયદેસર રેતી ખનન કરતા માફિયાઓમાં ફફડાટ
ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના લાખણકા ગામે લાંબા સમયથી બેફામ રીતે ચાલતા ગેરકાયદેસર રેતી ખનન પર આખરે ખાણ-ખનીજ વિભાગે લાલ આંખ કરી છે અવાર-નવાર વિભાગને પડકાર ફેંકતા ખનીજ માફિયાઓ પર ગત મોડીરાત્રે ઓચિંતી ત્રાટકીને ખાણ-ખનીજ વિભાગે લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા ખનીજ માફિયાઓ ફફડાટ ફેલાયો હતો,
ગત મોડીરાત્રે અંદાજે 1 વાગ્યાના સુમારે ભાવનગર ખાણ-ખનીજ વિભાગની ટીમે પોલીસ બંદોબસ્ત સાથે લાખણકા ગામની સીમમાં દરોડા પાડ્યા હતા, માફિયાઓ અંધારાનો લાભ લઈને રેતી ચોરી કરી રહ્યા હતા, પરંતુ વિભાગે તેમને અંધારામાં રાખીને જ સપાટો બોલાવ્યો હતો, લાખણકા ગામની ગૌચર જમીન પર ગેરકાયદેસર કબજો જમાવી બેઠેલા તત્વો દ્વારા લાંબા સમયથી બેફામ રીતે રેતીનું ખનન કરવામાં આવી રહ્યું હતું. વિભાગે આ દરોડા દરમિયાન સ્થળ પરથી JCB મશીન, ટ્રેક્ટર અને ડમ્પરો, રેતીના ચારણા સહિત લાખો રૂપિયાની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, આ દરોડાની કાર્યવાહીમાં ખાણ-ખનીજ વિભાગની સાથે SOG, LCB અને સ્થાનિક પોલીસ સ્ટાફનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, ખાણ-ખનીજ વિભાગે આ દરોડા દ્વારા સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે, ગૌચર જમીન કે અન્ય સરકારી જમીનમાં ખનીજ ચોરી કરનારાઓને હવે કોઈપણ સંજોગોમાં છોડવામાં આવશે નહીં. જે રીતે મધરાતે ત્રાટકીને લાખોનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો…

