Site icon hindtv.in

સુરતમાં મેટ્રોની કામગીરી પુરજોશમાં

સુરતમાં મેટ્રોની કામગીરી પુરજોશમાં
Spread the love

સુરતમાં મેટ્રોની કામગીરી પુરજોશમાં
ભેસાણથી અડાજણ સુધીના રોડ પર મેટ્રોના બીજા ફેસનુ કામ પુર્ણ
2026થી ટ્રાયલ રન શરૂ કરી દેવામાં આવ્યો

સુરતમાં મેટ્રોની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે ત્યારે સુરતના ભેસાણથી અડાજણ સુધીના રોડ પર મેટ્રોના બીજા ફેસનુ કામ પુર્ણ થવાની આરે આવતા ટ્રાયલ શરૂ કરાયુ હતું.

સુરતની જનતા માટે ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મેળવવાના દિવસો હવે ગણતરીના બાકી રહ્યા છે. સુરત મેટ્રો પ્રોજેક્ટમાં એક મોટી સિદ્ધિ હાંસલ કરતા, આજથી કોરિડોર-2 એટલે કે ઈસ્ટ-વેસ્ટ કોરિડોર પર ટ્રાયલ રનનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. ભેસાણથી અડાજણ ગામ સુધીના 6.5 કિમીના અંતરમાં મેટ્રો ટ્રેન દોડતી જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે, સુરત મેટ્રોની કુલ કામગીરી હવે 75 ટકાથી વધુ પૂર્ણ થઈ ચૂકી છે, જે શહેરની ઝડપી કનેક્ટિવિટી તરફનું એક મજબૂત કદમ છે. કોરિડોર-2 અંતર્ગત ભેસાણથી અડાજણ ગામ વચ્ચેના 7 સ્ટેશનોના સ્ટ્રક્ચરનું કામ સફળતાપૂર્વક પૂર્ણ કરી લેવામાં આવ્યું છે. આજથી શરૂ થયેલા ટ્રાયલ રન દરમિયાન ટ્રેનને આશરે 500 કલાક સુધી ચલાવવામાં આવશે. આ પ્રક્રિયામાં જીઈસી એટલે કે જનરલ એન્જિનિયરિંગ કન્સલ્ટન્ટ અને જીએમઆરસી એટલે કે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા ટ્રેનની સ્પીડ, બ્રેકિંગ સિસ્ટમ અને ટેકનિકલ પાસાઓની ઝીણવટભરી તપાસ કરવામાં આવશે. તો આ અગાઉ, કોરિડોર-1 નોર્થ-સાઉથ કોરિડોરમાં ડ્રીમ સિટીથી અલથાણ ટેનામેન્ટ વચ્ચેના 8.5 કિમીના રૂટ પર ગત 29 માર્ચ, 2026થી ટ્રાયલ રન શરૂ કરી દેવામાં આવ્યો હતો. હાલમાં આ રૂટ પર વિવિધ રેગ્યુલેટરી સંસ્થાઓ દ્વારા પરીક્ષણની પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે.

Exit mobile version