Site icon hindtv.in

સુરતમાં હવામાન વિભાગની આગાહી

સુરતમાં હવામાન વિભાગની આગાહી
Spread the love

સુરતમાં હવામાન વિભાગની આગાહી
વરસાદી સિસ્ટમથી અવિરત મેઘમહેર થઈ
ઉધના નવસારી રોડ પર પાણી ભરાતા વાહન ચાલકો હેરાન

સુરતમાં હવામાન વિભાગની આગાહીને લઈ અવિરત મેઘમહેર થઈ રહી છે ત્યારે ઉધના નવસારી રોડ પર પાણી ભરાતા વાહન ચાલકો હેરાન થયા હતાં.

સુરતમાં ચોમાસાની વિદાય વચ્ચે નવી સિસ્ટમ એક્ટીવ થતા ફરી વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરાઈ છે. ત્યારે વહેલી સવારથી સુરતમાં પડી રહેલા અવિરત મેઘમહેરને લઈ સુરતના ઉધનામાં ઉધના નવસારી મેઈન રોડ પર ગુરૂદ્વાર પાસે રસ્તા પર પાણી ભરાઈ ગયા હતાં. રસ્તાએ જાણે નદીનુ સ્વરૂપ ધારણ કર્યુ હોય તેમ પાણીનો વહેણ પણ જોવા મળ્યો હતો જેને લઈ વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

Exit mobile version