Site icon hindtv.in

નવરાત્રીમાં વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી.

નવરાત્રીમાં વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી.
Spread the love

નવરાત્રીમાં વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી.
આજના વાતાવરણને લઈને અનુમાન.
આગામી ત્રણ દિવસ ગુજરાતમાં મેઘરાજા ધડબડાટી બોલાવશે

હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ ગુજરાતમાં મેઘરાજા ધડબડાટી બોલાવશે તેવી આગાહી કરવામાં આવી છે. આ આગાહી અનુસાર, રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં રેડ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે

હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ ગુજરાતમાં મેઘરાજા ધડબડાટી બોલાવશે તેવી આગાહી કરવામાં આવી છે. આ આગાહી ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં રેડ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બે કેન્દ્ર શાસિત પ્રદેશો સહિત રાજ્યના 7 જિલ્લાઓમાં ઓરેન્જ ઍલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 11 જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી સાથે યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. નવરાત્રિમાં વરસાદ થતાં ખેલૈયા અને આયોજકોમાં ચિંતાની સાથે નિરાશા છવાઇ ગઇ છે. વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા આજે (29 સપ્ટેમ્બર) યોજાનારી BSC, BCA અને BBAની તમામ પરીક્ષાઓ મોકૂફ રાખવાનો નિર્ણય લેવાયો છે. વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે. મોકૂફ રખાયેલી પરીક્ષાઓની નવી તારીખો યુનિવર્સિટીની વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે.

બીજી તરફ હવામાન વિભાગના નાઉકાસ્ટ હેઠળ દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને જુનાગઢમાં સવારે 10 વાગ્યાથી 1 વાગ્યા સુધી રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે કચ્છ, જામનગર, રાજકોટ, અમરેલી અને ગીર સોમનાથમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, નવસારી, વલસાડ અને કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરાનગર હવેલીમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આગામી દિવસોમાં માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપવામાં આવી છે, જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને…કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Exit mobile version