સુરતમાં મેઘરાજાની તોફાની ઈનિંગ
શહેરના અનેક વિસ્તારો જળબંબાકાર બન્યા
પાણી ભરાતા વાહનચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલી
સુરતમાં મેઘરાજાની તોફાની ઈનિંગથી શહેરના અનેક વિસ્તારો જળબંબાકાર બન્યા હતા. ત્યારે સુરતના અમરોલીમાં ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાતા વાહનચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
સુરતમાં મોડી રાત્રીથી વરસી રહેલા ભારે વરસાદે શહેરના જનજીવનને અસર પહોંચાડી છે. અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતાં લોકો મુશ્કેલીમાં મુકાયા છે. અમરોલી વિસ્તારમાં મુખ્ય માર્ગ પર વરસાદી પાણી ભરાતા વાહનવ્યવહાર ધીમો પડી ગયો છે. જ્યારે ન્યૂ કોસાડ રોડ પર પણ પાણી ભરાવાની સ્થિતિ સર્જાતા રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રસ્તાઓ પર પાણી ભરાવાના કારણે અનેક વાહનો ધીમી ગતિએ પસાર થતા જોવા મળ્યા હતાં. જ્યારે લોકોને રોજિંદા કામકાજ માટે અવરજવર કરવામાં પણ મુશ્કેલી પડી રહી છે. ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા ફરી એકવાર સામે આવી છે.

