Site icon hindtv.in

સુરતમાં મેઘરાજાની તોફાની ઇનિંગ

સુરતમાં મેઘરાજાની તોફાની ઇનિંગ
Spread the love

સુરતમાં મેઘરાજાની તોફાની ઇનિંગ
અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ બન્યા
રસ્તાઓ પર પાણી ભરાતા પાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરી સામે સવાલો

સુરતમાં મેઘરાજાની તોફાની ઇનિંગ વચ્ચે શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ બન્યા છે. ભારે વરસાદ બાદ રસ્તાઓ પર પાણી ભરાતા પાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરી સામે ફરી સવાલો ઊભા થયા છે.

સુરત શહેરમાં વહેલી સવારથી પડેલા ભારે વરસાદે જનજીવનને પ્રભાવિત કર્યું છે. શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. લિંબાયત, ડીંડોલી અને ઉધનાના ગરનાળાં પાણીમાં ગરકાવ થઈ ગયા છે. કેટલાંક સ્થળોએ કમર સુધી પાણી ભરાતા વાહનોની અવરજવર સંપૂર્ણપણે ઠપ થઈ ગઈ છે. અનેક વાહન ચાલકો રસ્તા વચ્ચે જ અટવાઈ ગયા હતા, જ્યારે રાહદારીઓએ કમર સુધીના પાણીમાંથી પસાર થઈને પોતાના ગંતવ્ય સુધી પહોંચવાની ફરજ પડી હતી. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. એક તરફ વરસાદથી ગરમીમાંથી રાહત મળી છે, તો બીજી તરફ પાણી ભરાવાની સમસ્યાએ લોકોની મુશ્કેલીઓમાં વધારો કર્યો છે. દર વર્ષે પ્રિ-મોન્સૂન કામગીરીના દાવા છતાં ભારે વરસાદ બાદ શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાતા ફરી એકવાર પાલિકા તંત્રની કામગીરી સામે સવાલો ઊભા થયા છે.

Exit mobile version