Site icon hindtv.in

નવસારી જિલ્લામાં મેઘરાજાની સતત મહેર

નવસારી જિલ્લામાં મેઘરાજાની સતત મહેર
Spread the love

નવસારી જિલ્લામાં મેઘરાજાની સતત મહેર
ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના પગલે પૂર્ણા નદી ગાંડીતૂર
પૂર્ણા નદીની સપાટી ભયજનક સ્તરથી ઉપર

નવસારી જિલ્લામાં મેઘરાજાની સતત મહેર અને ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના પગલે પૂર્ણા નદી ગાંડીતૂર બની છે. પૂર્ણા નદીની સપાટી ભયજનક સ્તરથી ઉપર પહોંચતા નવસારી શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પૂરના પાણી ઘૂસી ગયા છે.

નવસારી શહેરના ગધેવાન, હિદાયતનગર, શાંતાદેવી વિસ્તાર, ભેસ્તખડા, રંગૂનનગર, રુસ્તમવાડી, મિથિલા નગરી, રિંગ રોડ, ગાંધીનગર સોસાયટી સહિત 15થી વધુ વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં જનજીવન પ્રભાવિત બન્યું છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખી નવસારી મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ મોડ પર છે. પૂર્ણા નદીમાં સતત વધી રહેલા જળસ્તરને પગલે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

મહાનગરપાલિકા દ્વારા અસરગ્રસ્ત પરિવારો માટે શાળાઓમાં આશ્રય અને જરૂરી સુવિધાઓની વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી સ્થળાંતર કરાયેલા લોકોને કોઈ મુશ્કેલી ન પડે. શહેરમાં પૂરના પાણી પ્રવેશતા અંદાજે 200 જેટલા લોકો પ્રભાવિત થયા છે. હાલ તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને લોકોને સાવચેત રહેવા તેમજ તંત્રની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે….ઉમેશ સોની નવસારી

Exit mobile version