Site icon hindtv.in

સુરતમાં હવામાન વિભાગની આગાહીને લઈ મેઘમહેર

સુરતમાં હવામાન વિભાગની આગાહીને લઈ મેઘમહેર
Spread the love

સુરતમાં હવામાન વિભાગની આગાહીને લઈ મેઘમહેર
તમામ ઝોનમાં વરસાદ પડતા ઠંડકનો અહેસાસ
વાહન ચાલકો રેઈનકોટ પહેરી અને રાહદારીઓ છત્રીના સહારે

સુરતમાં હવામાન વિભાગની આગાહીને લઈ મેઘમહેર શરૂ થઈ ગઈ છે. સુરતના તમામ ઝોનમાં વરસાદ પડતા ઠંડકનો અહેસાસ જોવા મળ્યો છે. તો વાહન ચાલકો રેઈનકોટ પહેરી અને રાહદારીઓ છત્રીના સહારે જતા નજરે પડ્યા હતાં.

હવામાનવિભાગની આગાહીને લઈ સુરતમાં સતત વરસાદ ની બેટિંગ શરૂ થઈ ગઈ છે. સુરત મનપા ના તમામ ઝોનમાં વરસાદ પડી રહ્યો છે. સુરતના અમરોલી, વરાછા, કાપોદ્રા, અડાજણ, રાંદેર, સચિન, ચોક, નાનપુરા, અઠવાલાઈન્સ, સરથાણા વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે જેને લઈ વાહન ચાલકો રેનકોટ સાથે નીકળ્યા હતા તો  કેટલાક રાહદારી નોકરિયાત વર્ગ છત્રી સાથે દેખાયા હતાં. હાલ તો વરસાદને લઈ સુરત શહેરના વાતવરણમાં ઠંડક પસરી છે સુરતમાં વહેલી સવારથી જ વરસાદ પડી રહ્યો હોય અને ભારે પવન સાથે વરસાદ વરસતા સુરતીઓને ગરમીમાં રાહત થઈ છે.

Exit mobile version