Site icon hindtv.in

રાજ્યભરમાં આજથી ‘ઓપરેશન હેલ્થ’ની મેગા ડ્રાઈવ

રાજ્યભરમાં આજથી ‘ઓપરેશન હેલ્થ’ની મેગા ડ્રાઈવ
Spread the love

રાજ્યભરમાં આજથી ‘ઓપરેશન હેલ્થ’ની મેગા ડ્રાઈવ
ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાશે

ગુજરાત સરકારે ‘ઓપરેશન હેલ્થ’ અંતર્ગત સમગ્ર રાજ્યમાં ફૂડ સેફ્ટીની મેગા ડ્રાઈવ શરૂ કરી છે.

તારીખ ૧૯ નવેમ્બર, ૨૦૨૬ થી ગુજરાતનાં આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના દિશાનિર્દેશ મુજબ ગુજરાત ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી છે, નેશનલ હાઈવે અને રાજ્યના મુખ્ય હાઈવે પર આવેલી હોટેલો, રેસ્ટોરન્ટ્સ અને ઢાબાઓમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. આ ઉપરાંત શહેરી વિસ્તારોના ખાદ્ય એકમો પણ તપાસના દાયરામાં છે તેમજ રસોડાની સ્વચ્છતા અને ખાદ્ય સામગ્રીના સંગ્રહની તપાસ કરવામાં આવે છે. રસોઈયા અને અન્ય કર્મચારીઓ માટે કેપ, એપ્રોન અને હેન્ડ ગ્લોવ્ઝ પહેરવા ફરજિયાત કરાયા છે

ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ, ૨૦૦૬ના નિયમોનો ભંગ કરનાર એકમોને ઇમ્પ્રુવમેન્ટ નોટિસ આપવામાં આવે છે. ગંભીર બેદરકારી જણાય તો લાયસન્સ સસ્પેન્ડ કે કાયમી રદ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવે છે, કાસ્પદ ખાદ્ય પદાર્થોના સ્થળ પર જ સેમ્પલ લેવામાં આવે છે. ‘ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ’ વાન દ્વારા પણ ખાદ્ય ચીજોની તાત્કાલિક તપાસ કરવામાં આવે છે…કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Exit mobile version