Site icon hindtv.in

સુરત : એસએમસીની રેડ બાદ છ ઝોનમાં મેગા ડ્રાઇવ

સુરત : એસએમસીની રેડ બાદ છ ઝોનમાં મેગા ડ્રાઇવ
Spread the love

સુરત : એસએમસીની રેડ બાદ છ ઝોનમાં મેગા ડ્રાઇવ
તબીબના પ્રિસ્ક્રિપ્શન વિના ખુલ્લેઆમ વેચાતી નશાકારક દવાઓ વિરુદ્ધ પોલીસ એક્શન મોડમાં
જીવલેણ પ્રવૃત્તિને જડમૂળથી ઉખેડી ફેંકવા માટે સુરત પોલીસે કમર કસી
પોલીસે કોડીન સિરપની બોટલો જપ્ત કરી બે ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા
પોલીસે કુલ 333થી વધુ મેડિકલ સ્ટોર્સ પર ચેકિંગ હાથ ધર્યું
મેગા ડ્રાઇવમાં 350થી વધુ પોલીસકર્મીઓ જોડાયા

 

તબીબના પ્રિસ્ક્રિપ્શન વિના, ખુલ્લેઆમ વેચાતી નશાકારક દવાઓએ સુરત શહેરના યુવાનોને ગંભીર રીતે ભરડામાં લીધા છે. આ જીવલેણ પ્રવૃત્તિને જડમૂળથી ઉખેડી ફેંકવા માટે સુરત પોલીસે કમર કસી છે અને આજે શહેરના છ અલગ-અલગ ઝોનમાં મેગા ડ્રાઇવનો પ્રારંભ કર્યો છે. ખાસ વાત એ છે કે, આ ડ્રાઇવમાં શહેર પોલીસ વિભાગના ડીસીપી કક્ષાના અધિકારીઓ ઉપરાંત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પણ જોડાઈને નશાના કાળા કારોબાર વિરુદ્ધ ઓપરેશન હાથ ધરાયું છે.

સુરત શહેરમાં છ દિવસ પૂર્વે રાજ્ય મોનિટરિંગ સેલની ટીમે ગોડાદરા વિસ્તારમાં આવેલી મનસરોવર સોસાયટીમાંથી 3.44 લાખની કિંમતની 1912 કોડીન સિરપની બોટલો જપ્ત કરી બે ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા હતા. આ ઘટનાએ સુરત પોલીસની કામગીરી પર સવાલો ઉભા કર્યા હતા અને નશાકારક દવાઓના વેચાણની ગંભીરતા છતી કરી હતી. આ જ ઘટના બાદ સુરત પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. સુરત શહેરના કેટલાક મેડિકલ સ્ટોરના સંચાલકો ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના જ નશાયુક્ત દવાઓનું વેચાણ કરી રહ્યા હોવાની ચોક્કસ બાતમી પોલીસને મળી હતી. આ માહિતીના આધારે, નશાના આ દૂષણને રોકવા માટે એક વિશેષ મેગા ડ્રાઇવની રૂપરેખા તૈયાર કરવામાં આવી હતી. આ ડ્રાઇવ અંતર્ગત, સુરત શહેરના તમામ છ પોલીસ ઝોનમાં પોલીસની ખાસ ટીમો અને એસઓજી ના જવાનો દ્વારા મેડિકલ સ્ટોર્સ પર આકસ્મિક દરોડા પાડવામાં આવી રહ્યા છે. આ ટીમો દ્વારા મેડિકલ સ્ટોર્સમાં રહેલા નશાયુક્ત દવાઓના સ્ટોકની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે. વેચાણના રેકોર્ડ્સ, સ્ટોક રજીસ્ટર અને પ્રિસ્ક્રિપ્શનની ચકાસણી પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. પોલીસનું લક્ષ્ય આવા મેડિકલ સ્ટોર્સને શોધી કાઢવાનું છે જે કાયદાનું ઉલ્લંઘન કરીને યુવાનોને નશાના રવાડે ચડાવી રહ્યા છે. ડીસીપી કક્ષાના અધિકારીઓ આ સમગ્ર મેગા ડ્રાઇવનું સીધું સુપરવિઝન કરી રહ્યા છે. તેમનો સ્પષ્ટ આદેશ છે કે, પ્રિસ્ક્રિપ્શન વિના નશાકારક દવાઓ વેચતા કોઈપણ વ્યક્તિ કે મેડિકલ સ્ટોર સંચાલકને બક્ષવામાં આવશે નહીં. તેમની સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે, જેમાં ગુનો નોંધી ધરપકડ અને લાયસન્સ રદ કરવા સુધીના પગલાંનો સમાવેશ થાય છે. તો એસઓજીના ડીસીપી દિગ્વિજયસિંહ નકુમ એ ડ્રાઇવ અંગે જણાવ્યું હતું કે, શહેરમાં નશાખોરી એક ભયાવહ સમસ્યા બની રહી છે, અને ખાસ કરીને યુવાનો ભોગ બની રહ્યા છે. મેડિકલ સ્ટોર્સ દ્વારા પ્રિસ્ક્રિપ્શન વિના નશાકારક દવાઓનું વેચાણ આ સમસ્યાને વધુ ગંભીર બનાવી રહ્યું છે. અમારી આ મેગા ડ્રાઇવ નશાના આ દૂષણને નાબૂદ કરવા માટેનો એક નિર્ણાયક પ્રયાસ છે. તો પોલીસની આ કડક કાર્યવાહીથી મેડિકલ સ્ટોરના સંચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. સુરત શહેરના નાગરિકો પણ પોલીસની આ પહેલને આવકારી રહ્યા છે અને આશા રાખી રહ્યા છે કે આ મેગા ડ્રાઇવ નશાના કાળા કારોબાર પર સંપૂર્ણપણે અંકુશ લાવી શકશે અને શહેરને નશા મુક્ત બનાવવામાં મદદરૂપ થશે. સુરત શહેર પોલીસે ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક સિરપનું વેચાણ કરતા મેડિકલ સ્ટોર્સ સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને સાથે રાખીને શહેરભરના મેડિકલ સ્ટોર્સ પર વ્યાપક સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. આ સર્ચ ઓપરેશનમાં ડીસીપી કક્ષાના 6, એસીપી કક્ષાના 12, પીઆઈ કક્ષાના 36, પીએસઆઈ કક્ષાના 40 અને હેડ કોન્સ્ટેબલ/પોલીસ કોન્સ્ટેબલ મળી કુલ 350થી વધુ પોલીસકર્મીઓ જોડાયા હતા. સુરત શહેર પોલીસે કુલ 333થી વધુ મેડિકલ સ્ટોર્સ પર ચેકિંગ હાથ ધર્યું હતું.

Exit mobile version