સુરતના વરાછા વિસ્તારમાં મેગા કોમ્બિંગ અને ચેકિંગ ડ્રાઇવ
ગુનાખોરી પર અંકુશ લાવવા વરાછા પોલીસની ચેકિંગ ડ્રાઇવ
સુરતના વરાછા વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ ગુનાખોરી પર અંકુશ લાવવા વરાછા પોલીસે મેગા કોમ્બિંગ અને ચેકિંગ ડ્રાઇવ હાથ ધર્યુ હતું.
સુરતની વરાછા પોલીસ દ્વારા વરાછા વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ, વાહન ચેકિંગ અને કોમ્બિંગ ઓપરેશન ચલાવવામાં આવ્યું. આ દરમિયાન શંકાસ્પદ વ્યક્તિઓ, વાહનો તેમજ સંવેદનશીલ વિસ્તારોમાં સઘન તપાસ કરવામાં આવી હતી. પોલીસે ગુનાખોરીને રોકવા અને અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી માટે એલર્ટ મોડ અપનાવ્યો છે. ડ્રાઇવ દરમિયાન વાહન દસ્તાવેજોની ચકાસણી સાથે કાયદાનો ભંગ કરનારાઓ સામે કાર્યવાહી પણ કરવામાં આવી હતી. વરાછા વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બને અને નાગરિકોમાં સુરક્ષાની લાગણી વધે તે માટે પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ અને ચેકિંગ અભિયાન ચાલુ રાખવામાં આવશે.

